શોધખોળ કરો

Coronavirus Cases India: દેશમાં 75 દિવસ બાદ નોંધાયા કોરોનાના સૌથી ઓછા કેસ, જાણો આજનો લેટેસ્ટ આંકડો

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 60,471 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1,17,525 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં 24 કલાકમાં 2726લોકોના મોત થયા છે.

નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાના દૈનિક કેસની સંખ્યા આઠમા દિવસે એક લાખથી ઓછી નોંધાઈ છે. છેલ્લા 24 કલાકમાં 60471 નવા કેસ નોંધાયા છે, જે 75 દિવસ બાદ નોંધાયેલા સૌથી ઓછા કેસ છે. આ સાથે એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટી રહી છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 2700થી વધુ લોકોના મોત થયા છે.  

ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 60,471 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1,17,525 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં 24 કલાકમાં 2726લોકોના મોત થયા છે.

  • કુલ કેસઃ બે કરોડ 95 લાખ 70 હજાર 881
  • કુલ ડિસ્ચાર્જઃ 2 કરોડ 82 લાખ 80 હજાર 471
  • એક્ટિવ કેસઃ 9 લાખ 13 હજાર 378
  • કુલ મૃત્યુઆંકઃ 3,77,031

દેશમાં કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા

દેશમાં 75 દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા છે. ભારતમાં સતત 33માં દિવસે કોરોના વાયરસના નવા મામલાથી રિકવરી વધારે થઈ છે. દેશભરમાં 25 કરોડ 90 લાખથી વધુ  કોરોના વેક્સીન ડોઝ આપવામાં આવી ચુક્યા છે. ગઈકાલે 34 લાખ 84 હજાર લોકોને રસી અપાઈ હતી. અત્યાર સુધીમાં 38 કરોડ 13 લાખથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છ. ગઈકાલે 17 લાખ 51 હજારથી વધુ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

દેશમાં કોરોનાથી મૃત્યુ દર ઘટી રહ્યો છે. જ્યારે રિકવરી રેટ 95.64 ટકા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 4 ટકાથી ઓછી છે. કોરોનાના એક્ટિવ કેસમાં ભારત વિશ્વમાં ત્રીજા સ્થાને છે. જ્યારે કુલ સંક્રમિતોની સંખ્યા મામલે ભારત બીજા સ્થાને છે. વિશ્વમાં અમેરિકા અને બ્રાઝીલ બાદ ભારતમાં સૌથી વધારે મોત થયા છે.

 રસી નિર્માતા કંપની નોવાવેક્સે સોમવારે કહ્યું કે તેમની વેક્સિન કોરોના વાયરસ સામે 90 ટકા પ્રભાવી છે. સાથે જ અનેક પ્રકારના કોરોના વેરિએન્ટ સામે પણ કારગર છે. અમેરિકી કંપની નોવાવેક્સે ગયા વર્ષે ઓગષ્ટમાં પુણે સ્થિત સીરમ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયા સાથે એક સમજૂતી કરી છે. જે અંતર્ગત 200 કરોડ વેક્સિન ડોઝનું ઉત્પાદન કરવાનું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,  નહીં તો પગાર અટકી જશે 

વૈજ્ઞાનિકોને મળી ગયું નવું બ્લડ ગ્રુપ, 50 વર્ષ જૂનું રહસ્ય ઉકેલાયું, જાણો ક્યાં દર્દીઓને તેનાથી થશે ફાયદો ? 

Bank of Baroda Recruitment: બેંક ઓફ બરોડામાં બમ્પર ભરતી, 1267 પદ માટે અરજી કરવાનું શરુ  

Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે અટકશે ગાદીનો વિવાદ?Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચરી ગયુ ડાંગર? પર્દાફાશAmreli Fake Letter Scandal: પાયલ ગોટીને લઈ જતી પોલીસને  પરેશ ધાનાણીએ રસ્તામાં રોકી!Banaskantha Crime: વડગામના ધનપુરા પાસે હત્યા બાદ કારમાં સળગાવાના કેસમાં મોટો ખુલાસો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,  નહીં તો પગાર અટકી જશે 
રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,  નહીં તો પગાર અટકી જશે 
વૈજ્ઞાનિકોને મળી ગયું નવું બ્લડ ગ્રુપ, 50 વર્ષ જૂનું રહસ્ય ઉકેલાયું, જાણો ક્યાં દર્દીઓને તેનાથી થશે ફાયદો ? 
વૈજ્ઞાનિકોને મળી ગયું નવું બ્લડ ગ્રુપ, 50 વર્ષ જૂનું રહસ્ય ઉકેલાયું, જાણો ક્યાં દર્દીઓને તેનાથી થશે ફાયદો ? 
Bank of Baroda Recruitment: બેંક ઓફ બરોડામાં બમ્પર ભરતી, 1267 પદ માટે અરજી કરવાનું શરુ  
Bank of Baroda Recruitment: બેંક ઓફ બરોડામાં બમ્પર ભરતી, 1267 પદ માટે અરજી કરવાનું શરુ  
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે

આંખો અને હૃદયના સ્વાસ્થ્ય માટે બેસ્ટ છે ગાજરનો રસ, જાણી લો બીજા ચોંકાવનારા ફાયદા

OnePlus 13 સીરીઝ થઈ લોન્ચ, 6000 mAh બેટરી સાથે મળશે પાવરફુલ પ્રોસેસર, જાણો કિંમત અને ફિચર્સ 

સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  

Embed widget