શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
શું આગળ વધશે Lockdown? અનેક રાજ્યોએ તેને આગળ વધારવાની ભલામણ કરી
અંતિમ નિર્ણય દેશભરમાં કોરોના વાયરસની સમીક્ષા બાદ 12 અથવા 13 એપ્રિલના રોજ ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની ભલામણ બાદ પીએમ કાર્યાલય જ કરશે.
![શું આગળ વધશે Lockdown? અનેક રાજ્યોએ તેને આગળ વધારવાની ભલામણ કરી coronavirus central government is considering to increase lockdown recommendation to increase from various states શું આગળ વધશે Lockdown? અનેક રાજ્યોએ તેને આગળ વધારવાની ભલામણ કરી](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/04/08134906/lockdown.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર લોકડાઉનને આગળ વધારવા પર વિચાર કરી રહી છે. સરકારના ઉચ્ચ પદસ્થ સૂત્રો અનુસાર લોકડાઉનને આગળ વધારવાનો નિર્ણય ગ્રુપ ઓફ મિનિસ્ટર્સનો રિપોર્ટ અને દેશભરમાં તેના પર કામ કરી રહેલ એજન્સીઓના રિપોર્ટના આધારે લેશે. અનેક રાજ્ય સરકાર તરફથી કેન્દ્ર સરકારને લોકડાઉનને આગળ વધારવાની ભલામણ મળી ચૂકી છે. કોરોના મહામારીનો સામો કરવા માટે લોકડાઉનને 14 એપ્રિલ બાદ પણ ચાલુ રાખવા આવે. એટલે કે 14 એપ્રિલ બાદ પણ લોકડાઉન ચાલુ રહી શકે છે.
તમને જણાવીએ કે, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, તેલંગાના, રાજસ્થાન, દિલ્હી જેવા રાજ્ય કેન્દ્ર સરકારને લોકડાઉનને આગળ વધારવાની અપીલ કરી ચૂક્યા છે. તેલંગાનાનાં મુખ્યમંત્રી કે ચંદ્રશેકર રાવે પીએમનો પત્ર મળીને ભલામણ કરી છે કે લોકડાઉનને આગળ વધારવા આવે. કેસી રાવે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, “આ મહામારીનો સામનો કરવા માટે લોકડાઉનને આગળ વધારવામાં આવે. આપણે વ્યવસાય અને વેપાર ફરીથી શરૂ કરી શકીએ છીએ. વેપારને ફરી સમૃદ્ધ કરી શકાય છં પરંતુ જીવન ફરીથી નહીં આવી શકે અને જીવન બચાવવા માટે લોકડાઉનને આગળ વધારવાની જરૂરત છે.”
સરકારના ઉચ્ચ પદસ્થ સૂત્રો અનુસાર લોકડાઉન 15 દિવસ માટે આગળ વધી શકે છે, એટલે કે 14 એપ્રિલથી વધીને 30 એપ્રિલ સુધી કરવામાં આવી શકે છે. સરકારની પાસે લોકડાઉનને વધારવાના અનેક પ્લાન છે.....
- સમગ્ર દેશમાં લોકડાઉનને અત્યારની જેમ જ આગળ ચાલુ રાખવામાં આવે.
- કોરોનાના હોટસ્પોટ વિસ્તાર પર લોકડાઉન ચાલુ રાખામાં આવે, પરંતુ આ વિસ્તારમાં ન તો બહારથી કોઈ આવી શકે અને ન તો કોઈ આ વિસ્તારથી બહાર જઈ શકે.
- એ વિસ્તારમાં લોકડાઉન ચાલુ રાખવામાં આવે જ્યાં પ્રતિ 10 લાખ વ્યક્તિ જનસંખ્યા પ્રમાણે બેથી વધારે કોરોના મળી આવ્યા હોય.
- એ રાજ્યોને લોકડાઉનથી બહાર રાખવામાં આવે જ્યાં પ્રતિ દસ લાખ વ્યક્તિએ એકથી ઓછો કોરના વાયરસનો કેસ આવ્યો હોય.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ટેકનોલોજી
ટેકનોલોજી
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)