શોધખોળ કરો

આર્મીમાં સામે આવ્યો Coronavirusનો પ્રથમ પોઝિટિવ કેસ, ઈરાનથી પરત ફરેલ પિતાના સંપર્કમાં આવવાથી લાગ્યો ચેપ- સૂત્ર

આ દરમિયાન રજા પર ગયેલ આ સૈનિક ઘરે પોતાના પિતાના સંપર્કમાં આવ્યો હતો. આ મામલે તે પહેલા પિતા અને બાદમાં બિન અધિકારી રેંકના આ સૈનિક કોવિડ પોઝિટિવ મળી આવ્યો છે.

નવી દિલ્હીઃ દેશમાં વધતા કેસની વચ્ચે કોરોના વાયરસનો ચેપ હવે ભારતીય સેનામાં પણ લાગી ગયો છે. લદ્દાખમાં હાર એક સૈનિકને કોરોના વાયરસ પોઝિટિવ મળી આવ્યો છે. આ સેનામાં કોરોના વાયરસનો પ્રથમ પોઝિટિવ કેસ છે. સેનાના સૂત્રો અનુસાર, કોવિડ 19 પોઝિટિવ મળી આવેલ સૈનિકના પિતા હાલમાં જ ઈરાનથી તીર્થયાત્રા કરીને પરત ફર્યા હતા. આ દરમિયાન રજા પર ગયેલ આ સૈનિક ઘરે પોતાના પિતાના સંપર્કમાં આવ્યો હતો. આ મામલે તે પહેલા પિતા અને  બાદમાં બિન અધિકારી રેંકના આ સૈનિક કોવિડ પોઝિટિવ મળી આવ્યો છે. એક દિવસ પહેલા ટેસ્ટના પરિણામ આવ્યા બાદ તેને હોસ્પિટલમાં આઈસોલેશનમાં રાખીને સારવાર કરવામાં આવી રહી છે. સૂત્રો અનુસાર, બીમાર સૈનિકની પત્ની, બહેન અને અન્ય પરિવારજનોને પણ અલગ રાખવામાં આવ્યા છે. મહત્ત્વપૂર્ણ છે કે કોરોના પ્રભાવિત દેશોમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવેલ ભારતીય નાગરિકો માટે દેશના જુદા જુદા ભાગમાં અલગ રાખવાની સુવિધા બનાવી રહેલ ભારતીય સેનાએ પોતાના સૈનીકોને પણ આ ખતરા વિશે સતત સાવચેત કરી રહી છે. આ માટે સેનાના ઉત્તરી કમાંડથી લઈને પૂર્વ કમાંડ સુધી તમામ વિસ્તારમાં જાગરૂકતા ફેલવવા માટે વિશેષ સંચાર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર મેયર જુનૈદ અજીમ મટ્ટુના આગ્રહ પર સેના 1000 લિટર સ્ટર્લાઈઝેશન કેમિકલ પણ ઉપલબ્ધ કરાવી રહી છે. સેનાના ચિનાર કોરના આગ્રહ પર ભારતીય વાયુસેનાનું એક ડોર્નિયર વિમાન જંતુ મુક્ત કરવાના કામમાં આવનાર સ્ટર્લાઈઝેશન કેમિકેલ દિલ્હીથી લઈને જશે.

ટોપ સ્ટોરી

Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ
CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ
નેહા બોરાને કરાઈ મુક્ત, તિરંગા માર્ચ અગાઉ દિલ્હી પોલીસે કરી હતી અટકાયત
નેહા બોરાને કરાઈ મુક્ત, તિરંગા માર્ચ અગાઉ દિલ્હી પોલીસે કરી હતી અટકાયત
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત
'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?
CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ
CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ
રાજકોટમાં ત્રણ ડેરીમાંથી પનીર ખરીદતાં પહેલા સાવધાન, પનીર સહિતના નમૂના ફેઇલ
રાજકોટમાં ત્રણ ડેરીમાંથી પનીર ખરીદતાં પહેલા સાવધાન, પનીર સહિતના નમૂના ફેઇલ
BCCI એ 4 ખેલાડીઓને કર્યા 'ઇગ્નોર', હવે તો કરિયર ખતમ સમજો
BCCI એ 4 ખેલાડીઓને કર્યા 'ઇગ્નોર', હવે તો કરિયર ખતમ સમજો
Embed widget