Coronavirus: પત્નીની દવા માટે 70 વર્ષના દાદાએ 70 કિલોમીટર કરી ઘોડેસવારી, જાણો વિગતે
દેશભરમાં લોકડાઉન છે અને રસ્તાઓ સુમસામ છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા પગપાળા સિવાય કોઈ વિકલ્પ નથી.
સોલાપુરઃ દેશભરમાં લોકડાઉન છે અને રસ્તાઓ સુમસામ છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા પગપાળા સિવાય કોઈ વિકલ્પ નથી. આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલી દુકાનો, હોસ્પિટલો, મેડિકલ, શાકભાજીની દુકાનો ખુલ્લી છે પરંતુ ઘણા લોકોએ તેમની જરૂરિયાતો પૂરી કરવા ઘણો સંઘર્ષ કરવો પડી રહ્યો છે.
સોલાપુર જિલ્લાના એક વૃદ્ધે તેની બીમારી પત્ની માટે જે કર્યું તે વાંચીને તમને વિશ્વાસ નહીં થાય. પોતાની 67 વર્ષીય બીમાર પત્ની માટે સોલાપુર જિલ્લાના દર્શનાલ ગામના રહેવાસી 70 વર્ષીય દસ્તગીર પઠાને જે કર્યુ તે પતિ-પત્નીના અતૂટ પ્રેમની મિસાલ પણ છે.
70 વર્ષીય દસ્તગીરે પત્ની માટે દવા લેવાની હતા પરંતુ જે દવા ડોક્ટરે લકી આપી હતી તે આસપાસના વિસ્તારમાં નહોતી મળી. તેની પત્નીને બ્લડ પ્રેશરની તકલીફ હોવાથી દવા લેવી જરૂરી હતું. દસ્તગીરે શહેર જવાનો ફેંસલો કર્યો પરંતુ કોઈ લોકડાઉનના કારણે કોઈ વાહન મળતું નથી. જે બાદ દસ્તગીરે તેનો ઘોડા કાઢ્યો અને ઘોડેસવારી કરીને શહેરમાં ગયા.
આશરે 70 કિલોમીટરની ઘોડેસવારી કર્યા બાદ દસ્તગીર પત્ની માટે દવા લાવી શકયા. ઘોડા પર સવારે આશરે 8 વાગે નીકળેલા દસ્તગીર રાત્રે આશરે 10 વાગે પરત ફર્યા હતા. આ દરમિયાન તડકાના કારણે દસ્તગીરે શહેરમાં એક વૃક્ષ નીચે આરામ કર્યો હતો. આ સફર દરમિયાન પોલીસે તેમને અનેક જગ્યાએ રોક્યા હતા પરંતુ તેની આપવીતી સાંભળ્યા બાદ પોલીસે ન માત્ર તેમને જવા દીધા પરંતુ પાણી પણ પીવરાવ્યું હતું.