શોધખોળ કરો
Advertisement
કોરોનાનો કહેરઃ દેશમાં છેલ્લાં 24 કલાકમાં સૌથી વધારે 5611 કેસ આવ્યા સામે, 140ના થયા મોત
રતમાં આ વાયરસને કારણે મૃત્યુ દર અન્ય દેશોની તુલનામાં ઘણો ઓછો છે. જ્યારે વાયરસના ચેપના કેસ એક લાખ સુધી પહોંચવામાં ઘણો સમય લાગ્યો છે.
નવી દિલ્હીઃ દેશમાં લોકડાઉન હોવા છતાં પણ દેશમાં સંક્રમિત દર્દીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા 24કલાકમાં સંક્રમિત દર્દીની સંખ્યાના નવા 5611 કેસ સામે આવ્યા છે, જે એક જ દિવસમાં અત્યાર સુધીના સૌથી વધારે કેસ છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 140 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર અત્યાર સુધીમાં 1,06,750 લોકોને ચેપ લાગ્યો છે. જ્યારે 3303 લોકોના મોત થયા છે. 42,298 લોકો રિકવર થયા છે. જાણો તમારા રાજ્યમાં કોરોના વાયરસની શું સ્થિતિ છે.
ભારતમાં મૃત્યુ દર અન્ય દેશની તુલનામાં ઘણો ઓછો
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, ભારતમાં આ વાયરસને કારણે મૃત્યુ દર અન્ય દેશોની તુલનામાં ઘણો ઓછો છે. જ્યારે વાયરસના ચેપના કેસ એક લાખ સુધી પહોંચવામાં ઘણો સમય લાગ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, ભારતમાં પ્રતિ લાખ જનસંખ્યા પર કોરોના વાયરસના કેસની સંખ્યા 7.1 છે, જ્યારે વૈશ્વિક આંકડા પ્રતિ એક લાખની જનસંખ્યા પર 60 કેસ છે.
મંત્રાલયે કહ્યું કે, ભારતમાં અત્યાર સુધી પ્રતિ એક લાખ જનસંખ્યાપર કોરોનાને કારણે મોત અંદાજે 0.2 કેસ આવ્યા છે જ્યારે વિશ્વમાં આઆંકડો 4.1 મૃત્યુ પ્રિત લાખ છે. અધિકારીઓએ એ પણ કહ્યું કે, ભારતમાં ચેપના કેસ 64 દિવસમાં 10થી એક લાખ સુધી પહોંચ્યા છે, જ્યારે અમેરિકા અને સ્પેન જેવા દેશોની તુલનામાં બે ગણા કરતાં પણ વધારે સમય છે.
અમેરિકામાં પ્રતિ એક લાખની જનસંખ્યા પર મૃત્યુદર 26.6
મંત્રાલયે કહ્યું કે, જે દેશોમાં કોરોના વાયરસ ચેપતી મોટી સંખ્યામાં લોકો મર્યા છે. તેમાં અમેરિકામાં 87,180 લોકોના મોત થયા છે એટલે કે પ્રતિ એક લાખ જનસંખ્યા પર આ દર 26.6 ટકા છે. બ્રિટેનમાં 34,636 લોકોના મોત થયા છે અને આ રીતે કોરોનાને કારણે મૃત્યુદર અંદાજે 52.1 લોકો પ્રતિ એક લાખ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
અમદાવાદ
દેશ
Advertisement