Covid-19: દેશમાં કોરોનાના કેસમાં થઇ રહ્યો છે વધારો, 24 કલાકમાં 3451 નવા કેસ નોંધાયા
રસીકરણની વાત કરીએ તો દેશમાં અત્યાર સુધીમાં રસીના 193.53 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
Covid Cases In India: ભારતમાં કોરોના સંક્રમણના કેસો ફરી વધી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,451 નવા કેસ સામે નોંધાયા છે. સાથે એક્ટિવ કેસની સંખ્યા વધીને 20,635 પર પહોંચી ગઈ છે. કોરોનાના કારણે 40 લોકોના મોત થયા છે.
India logs 3,451 new COVID cases, 40 deaths in last 24-hour
— ANI Digital (@ani_digital) May 8, 2022
Read @ANI Story | https://t.co/Oz0HOpysNl#COVID19 #CoronavirusPandemic #CovidDeaths #CovidUpdate pic.twitter.com/RsklbxajgH
અગાઉ 7 મેના રોજ 3,805 નવા કેસ નોંધાયા હતા. દેશમાં કોરોનામાંથી સ્વસ્થ થવાનો દર 98.74 ટકા છે. સૌથી વધુ કેસ નોંધાયેલા 5 રાજ્યોમાં દિલ્હી (1656), હરિયાણા (582), કેરળ (400), ઉત્તર પ્રદેશ (320) અને મહારાષ્ટ્ર (205)નો સમાવેશ થાય છે. આ પાંચ રાજ્યોમાંથી 83.13% નવા કેસ નોંધાયા હતા
કોરોનાના 3,451 નવા કેસ, કેરળમાં સૌથી વધુ મૃત્યુ
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, રવિવારે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19ના 3,451 નવા કેસ નોંધાયા છે. રિકવરી રેટ હાલમાં 98.74 ટકા છે. કેરળમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી કુલ 40 મોતમાં એકલા કેરળમાં 35 મૃત્યુ થયા છે. શુક્રવારે દેશમાં કોવિડ-19ને લઈને 3,60,613 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
રસીકરણની વાત કરીએ તો દેશમાં અત્યાર સુધીમાં રસીના 193.53 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યો પાસે હાલમાં 18.47 કરોડથી વધુ રસીઓનો સ્ટોક છે. રસીના 3.04 કરોડ ડોઝ 12 થી 14 વર્ષની વય જૂથના બાળકોને પ્રથમ ડોઝ તરીકે આપવામાં આવ્યા છે.
WHOએ કોરોનાને કારણે થયેલા મોતને લઈને રિપોર્ટ જાહેર કર્યો હતો. તે રિપોર્ટ અનુસાર ભારતમાં કોરોનાને કારણે 47 લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. ભારતનો સત્તાવાર આંકડો પાંચ લાખથી થોડો વધુ છે. આવી સ્થિતિમાં ભારત સરકારે WHOના રિપોર્ટ સામે વાંધો ઉઠાવ્યો હતો.