Coronavirus Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 38,164 કેસ નોંધાયા, 499ના મોત
દેશમાં અત્યારે એક્ટિવ કેસની સંખ્યા 4 લાખ 21 હજાર 665 થઈ ગઈ છે. જ્યારે અત્યાર સુધી ત્રણ કરોડ 8 હજાર 456 લોકો ઠીક થયા છે.
Coronavirus Today: દેશમાં ઘણાં દિવસો બાદ કોરોના વાયરસના નવા કેસની સંખ્યા 40000થી ઓછી નોંધાઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 38 હજાર 164 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 38 હજાર 660 લોકો ડિસ્ચાર્જ થયા છે. દેશમાં અત્યાર સુધી કોરોનાથી સવા ચાર લાખ લોકોના મોત થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલ આંકડા ગઈકાલે દેશમાં 499 લોકોના કોરોનાથી મોત થયા છે. ત્યાર બાદ અત્યાર સુધી કોરોનાથી 4 લાખ 14 હજાર 108 લોકોના મોત થયા છે. જ્યારે દેશમાં અત્યારે એક્ટિવ કેસની સંખ્યા 4 લાખ 21 હજાર 665 થઈ ગઈ છે. જ્યારે અત્યાર સુધી ત્રણ કરોડ 8 હજાર 456 લોકો ઠીક થયા છે. દેશમાં અત્યાર સુધી કોરોનાથી ત્રણ કરોડ 11 લાખ 44 હજાર 229 કેસ નોંધાયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારકી આપી છે કે, દેશમાં દરરોજનો પોઝિટિવીટી રેટ 2.61 ટકા છે. સારી વાત એ છે કે દૈનિક પોઝિટિવીટી રેટ સતત 28 દિવસથી 3 ટકાથી ઓછો છે. રિકવરી રેટ વધીને 97.32 ટકા થયો છે.
દેશમાં રસીકરણની સ્થિતિ
જણાવીએ કે, દેશમાં અત્યાર સુધી 40 કરોડથી વધારે લોકોને રસી લાગી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, દેશમાં અત્યાર સુધી રસીના 40 કરોડ 64 લાખ 81 હજાર 493 ડોઝ આપવામાં આવ્યા છે.
અત્યાર સુધી 44 કરોડ 54 લાખ 22 હજાર 256 સેમ્પલ ટેસ્ટ થયા
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ કહ્યું કે, ભારતમાં ગઈકાલે કોરોના વાયરસ માટે 14 લાખ 63 593 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા. ત્યાર બાદ અત્યાર સુધીમાં કુલ 44 કરોડ 54 લાખ 22 હજાર 256 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં કોરોનાના કેસ
ગુજરાતમાં કોરોનાના (Gujarat Corona Cases) કેસ ઘટી રહ્યા છે. છેલ્લા થોડા દિવસોથી એક પણ જિલ્લામાં ડબલ ડિજિટમાં કેસ નથી નોંધાયો. રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં (Coronavirus Second Wave) નવા કેસમાં સ્ટેબલ થયા છે. રાજકોટ સહિત 3 શહેર અને અમદાવાદ સહિત 23 જિલ્લામાં શૂન્ય કેસ છે. રાજ્યમાં ગઈકાલે કોરોનાના નવા 33 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 71 દર્દીએ કોરોનાને માત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.72 ટકા થયો છે. જ્યારે અમદાવાદ શહેરમાં 1 દર્દીનું મોત થયું છે.
અહીં ન નોંધાયો એક પણ કેસ
5 કોર્પોરેશન વિસ્તાર અને 10 જિલ્લામાં જ કોરોનાના નવા કેસ નોધાયા છે. વડોદરા શહેરમાં 5, અમદાવાદ શહેરમાં 4, સુરત શહેર અને તાપી જિલ્લામાં 4 કેસ નોંધાયા છે. બીજી વેવમાં રાજ્યમાં સતત એક સપ્તાહથી 50થી ઓછા કેસ નોઁધાયા છે. અગાઉ રાજ્યમાં 2020ની 12 એપ્રિલે 48 કેસ નોંધાયા હતા. અમદાવાદ, આણંદ, અરવલ્લી, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, મહેસાણા, મહિસાગર, મોરબી, કચ્છ, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, સુરતમાં એક પણ કેસ નોંધાયો નથી.