Coronavirus in Kids: આગામી દિવસોમાં કોરોનાથી બાળકોને વધારે ખતરો, જાણો શું છે Long COVIDના લક્ષણ
વિશેષજ્ઞોને એવો પણ ડર છે કે બાળકો માટે કેટલાક લક્ષ્ણ તેમના દૈનિક જીવન અને સ્વાસ્થ્યને પ્રભાવિત કરી શકે છે. કોવિડથી રિકવર થનારા બાળકોમાં નીચે બતાવેલા કેટલાક કોમન લક્ષણો મળ્યા છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની બીજી લહેર (Coronavirus Second Wave) કોહરામ મચાવ્યો હતો અને હવે ત્રીજી લહેરને લઈ કેન્દ્ર તથા રાજ્ય સરકાર સતર્ક છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે કોરોના સંક્રમિત બાળકોની સારવાર માટે નવી ગાઈડલાઈન બહાર પાડી છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન મુજબ સંક્રમિત બાળકોને હવે એન્ટી વાયરલ રેમડેસિવિર નહીં આપી શકાય, ઉપરાંત બાળકોને સ્ટીરોયડ આપવાથી પણ બચવું જોઈએ.
આ ગાઈડલાઈનમાં બાળકોની શારીરિક ક્ષમતાને જોવા માટે 6 મિનિટનો વોક ટેસ્ટ લેવાની સલાહ આપવામાં આવી છે. જેમાં બાળકની આંગળીમાં પલ્સ ઓક્સીમીટર લગાવીને તેને 6 મિનિટ સુધી ટહેલવાનું કહેવામાં આવ્યું છે. આ દરમિયાન સેચુરેશન 94થી ઓછું આવે તો તેને શ્વાસ લેવામાં તકલીફ સમજવી જોઈએ. જેના આધારે બાળકોને હોસ્પિટલમાં ભરતી કરવાનો નિર્ણય લેવો જોઈએ.
16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં પણ સંક્રમણનો ડર છે. અનેક રિસર્ચમાં પણ સામે આવ્યું છે કે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં પણ લોંગ કોવિડ ડેવલપ થઈ શકે છે. લોંગ કોવિડ કે પોસ્ટ કોવિડ સિંડ્રોમ ઠીક થયા બાદ બાદ દર્દીને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે અને તેમના ખરાબ સ્વાસ્થ્યની સાથે ગંભીર રિસ્કમાં ધકેલી દે છે. વિશેષજ્ઞોને એવો પણ ડર છે કે બાળકો માટે કેટલાક લક્ષ્ણ તેમના દૈનિક જીવન અને સ્વાસ્થ્યને પ્રભાવિત કરી શકે છે. કોવિડથી રિકવર થનારા બાળકોમાં નીચે બતાવેલા કેટલાક કોમન લક્ષણો મળ્યા છે.
- વધારે થાક
- બરાબર ઉંઘ ન આવવી
- કાન દર્દ, દ્રષ્ટિમાં ખામી, સ્પર્શ, ગંધથી કોમ્પ્રોમાઇઝ
- મૂડ સ્વિંગ
- ગેસ્ટ્રોઈન્ટેસ્ટનલ પ્રોબ્લેમ્સ
- માથું દુખવું અને ચક્કર આવવા
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 94,052 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1,51,367 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ 6148 લોકોના મોતથી ફફડાટ ફેલાયો છે.
કુલ કેસઃ બે કરોડ 91 લાખ 83 હજાર 521
કુલ ડિસ્ચાર્જઃ 2 કરોડ 76 લાખ 55 હજાર 493
એક્ટિવ કેસઃ 11 લાખ 67 હજાર 952
કુલ મૃત્યુઆંકઃ 11,67,952
દેશમાં સતત 28માં દિવસે કોરોના વાયરસના નવા મામલા કરતાં રિકવરી વધારે છે. 9 જૂન સુધી દેશભરમાં 24 કરોડ 27 લાખ 26 હજાર કોરોના વેક્સીન ડોઝ આપવામાં આવી ચુક્યા છે. ગઈકાલે 33 લાખ 79 હજાર ડોઝ આપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 37 કરોડ 21 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 20 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરાયા હતા.