શોધખોળ કરો
Advertisement
દિલ્હીમાં લોકડાઉનની મજાક ઉડાવીને રમતા હતા જુગાર, પોલીસને જોઈ ઉડી ગયા હોશ, જાણો વિગત
દેશમાં કોરોનાવાયરસના કારણે 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેનો આજે 19મો દિવસ છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાવાયરસના કારણે 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેનો આજે 19મો દિવસ છે. તમામ રાજ્યોની પોલીસ તેનું કડકાઈથી પાલન કરાવી રહ્યા છે. ઉપરાંત લોકડાઉનનું ઉલ્લંઘન કરનારા સામે મામલા નોંધવામાં આવી રહ્યા છે.
દિલ્હીની રોહિણીમાં કેએન કાત્ઝૂ માર્ગ વિસ્તારમાં એક ઘરમાં 8 લોકો જુગાર રમતાં હતા. પોલીસે તમામને લોકડાઉન તોડવા અને જુગાર રમવાના આરોપમાં ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, શનિવારે એક ઘરમાં કેટલાક લોકો લોકડાઉનની મજાક ઉડાવીને એકત્ર થઈને જુગાર રમતા હોવાની માહિતી મળી હતી. જે બાદ સ્થળ પર પહોંચતા માહિતી સાચી જણાઈ હતી.
જે બાદ જુગાર રમતાં 8 લોકોને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા હતા. આરોપીઓ પાસેથી એક લાખ રૂપિયા રોકડા પણ મળી આવ્યા છે. આ તમામ લોકો પર લોકડાઉન તોડવાની તમામ કલમો લગાવવામાં આવી છે.
દિલ્હીમાં કોરોના સંક્રમિતોનો આંકડો 1000ને પાર
રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા એક હજારને પાર કરી ગઈ છે. દિલ્હીમાં કુલ 1069 કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યા છે. જેમાંથી 19 લોકોના મોત થયા છે, જ્યારે 25 લોકો ઠીક થઈ ગયા છે.
દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા એક હજારને પાર, વધુ 3 હૉટસ્પોટ સીલ, કુલ 33 વિસ્તાર સંપૂર્ણ બંધ
કોરોનાવાયરસઃ PM મોદીના સંબોધનની દેશવાસીને રાહ, લોકડાઉન વધારવાની થઈ શકે જાહેરાત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દુનિયા
સુરત
Advertisement