શોધખોળ કરો

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 63 હજારથી વધુ નવા કેસ, આજે સૌથી વધુ લોકોના થયા મૃત્યુ 

રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાથી  44,73,394 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. રાજ્યમાં મૃતકોની સંખ્યા વધીને 67214 થઈ ગઈ છે.

મુંબઇ: મહારાષ્ટ્રમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે.  સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય મહારાષ્ટ્રમાં (Maharashtra)  કોરોનાના નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.  છેલ્લા 24 કલાકમાં 63,309 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાથી  44,73,394 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. 

છેલ્લા 24 કલાકમાં 985 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. જે કોરોનાથી એક દિવસમાં નોંધાનારો સૌથી મોટો મૃત્યુઆંક છે. આ સાથે રાજ્યમાં મૃતકોની સંખ્યા વધીને 67214 થઈ ગઈ છે. રાજ્યમાં મંગળવારે 66 હજાર 358 નવા કેસ આવ્યા હતા અને 895 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. સોમવારે, 48,700 નવા કેસોની પુષ્ટિ થઈ હતી અને 524 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. મહારાષ્ટ્રમાં 18 એપ્રિલના રોજ સૌથી વધુ 68,631 કેસ નોંધાયા હતા. 

કોરોનાના વધતા જતા કેસો વચ્ચે મહારાષ્ટ્રના આરોગ્યમંત્રી રાજેશ ટોપે આજે જણાવ્યું હતું કે 30 મી એપ્રિલ પછી પણ 15 દિવસ માટે લોકડાઉન જેવા પ્રતિબંધો લંબાવાશે. આ સંદર્ભે આજે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં પણ ચર્ચા કરવામાં આવી હતી.

તેમણે કહ્યું કે, “ આજે 60 હજારથી પણ વધુ કેસ આવ્યા છે. નિશ્ચિતપણે થોડીક સ્થિરતા આવી છે. આપણે અગાઉ અનુમાન લગાવ્યું હતું કે દૈનિક 70 હજારથી વધુ કેસ આવી શકે છે પરંતુ તેમ થયું નથી.”

ઉલ્લેખનીય કે રાજ્ય સરકારે 4 એપ્રિલે 30 એપ્રિલ સુધી વિકેન્ડ લોકડાઉન અને અન્ય દિવસોમાં રાત્રે લોકોની અવરજવર રોકવા માટે નાઈટ કર્ફ્યૂ લગાવ્યું હતું  શુક્રવારે રાત્રે 8 વાગ્યાથી સોમવારે સવારે 7 વાગ્યા સુધી વીકએન્ડ લાગુ રહેશે.

સંક્રમણ વધતા  મહારાષ્ટ્ર સરકારે ખાનગી ઓફિસો, સલૂન, થિયેટરો બંધ કરવા સહિતના અનેક નિયંત્રણો લાદ્યા છે. રાજ્ય સરકારે કરિયાણા, શાકભાજીની દુકાનો અને ડેરીઓને સવારે સાત વાગ્યાથી સવારના 11 વાગ્યા સુધી ફક્ત ચાર કલાક માટે ખોલવાની સૂચના આપી છે.

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,60,960 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3293 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 2,61,162 લોકો ઠીક પણ થયા છે.

કુલ કેસ-  એક કરોડ 79 લાખ 97 હજાર 267

કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 48 લાખ 17 હજાર 371

કુલ એક્ટિવ કેસ - 29 લાખ 78 હજાર 709

કુલ મોત - 2 લાખ 01 હજાર 709

14 કરોડથી વધારેને રસી અપાઈ

દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 14 કરોડ 78 લાખ 27 હજાર 367 ડોઝ આપવામાં આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Gujarat Weather: આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Budget 2026: ઇતિહાસની સૌથી લાંબી બજેટ સ્પીચ કયા નાણામંત્રીએ આપી? જાણો કેટલો સમય ચાલ્યું હતું ભાષણ
Budget 2026: ઇતિહાસની સૌથી લાંબી બજેટ સ્પીચ કયા નાણામંત્રીએ આપી? જાણો કેટલો સમય ચાલ્યું હતું ભાષણ
Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 
Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 
Embed widget