શોધખોળ કરો
લોકડાઉનઃ મમતા બેનર્જીએ 18 રાજ્યના CMને લખ્યો પત્ર, કહ્યુ- તમારા લોકોને અમે સાચવીશું, અમારા લોકોને તમે સાચવજો
પશ્વિમ બંગાળની મુખ્યમંત્રીએ લોકડાઉનમાં ફસાયેલા બંગાળીઓ માટે ચિંતા વ્યક્ત કરતા તેમની સુરક્ષા માટે દેશના 18 રાજ્યના મુખ્યમંત્રીઓને પત્ર લખ્યો છે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસને ફેલાવતો અટકાવવા માટે મોદી સરકારે આખા ભારતમાં લોકડાઉન કર્યું છે. લોકડાઉનના કારણે હજારો લોકો ફસાયા છે અને તે પોતાના ઘરે જવા માટે ભટકી રહ્યા છે. આ વચ્ચે પશ્વિમ બંગાળની મુખ્યમંત્રીએ લોકડાઉનમાં ફસાયેલા બંગાળીઓ માટે ચિંતા વ્યક્ત કરતા તેમની સુરક્ષા માટે દેશના 18 રાજ્યના મુખ્યમંત્રીઓને પત્ર લખ્યો છે.
મમતા બેનર્જીએ પોતાના પત્રમાં રાજ્યોના મુખ્યમંત્રીઓને લોકડાઉનના કારણે ફસાયેલા બંગાળીઓની સંભાળ રાખવા, ખાવાપીવાની વ્યવસ્થા કરવા અને રહેવાની વ્યવસ્થા કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, બંગાળમાં અન્ય રાજ્યના જે લોકો ફસાયા છે તેમની સંભાળ પશ્વિમ બંગાળની સરકાર રાખશે.
મમતા બેનર્જીએ કહ્યું કે- બંગાળના લોકો દેશના અલગ અલગ હિસ્સામાં છે. લોકડાઉનના કારણે તે પોતાના ઘરે પાછા ફરી શકતા નથી અને ફસાઇ ગયા છે. અમને એવી જાણકારી મળી છે કે બંગાળના વર્કર્સ તમારા રાજ્યોમાં ફસાઇ ગયા છે. તે 50થી100ના જૂથમાં છે અને સ્થાનિક વહીવટીતંત્ર તેમને સરળતાથી ઓળખી શકે છે.
વધુ વાંચો
Advertisement