![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
કોરોનાએ લીધો આ જાણીતી સિંગરનો ભોગ, થોડા દિવસ પહેલા જ પિતાનું થયું હતું નિધન
એક્ટ્રેસનું સ્વાસ્થ્ય લથડી રહ્યું હોવાથી પરિવારજનો કોલકાતામાં એકમો ટ્રીટમેન્ટ માટે ખસેડવાની તૈયારી કરતા હતા. ઓડિશાના કલ્ચર ડિપાર્ટમેન્ટ સિંગરની સારવાર માટે આર્ટિસ્ટ વેલફેર ફંડમાંથી રૂપિયા એક લાખની સહાય કરી હતી. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે પણ સિંગરના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
ભુવનેશ્વરઃ ઓડિશાની જાણીતી સિંગર તપુ મિશ્રાનું કોરોનાથી નિધન થયું છે. તે 36 વર્ષની હતી. ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર ચાલતી હતી. તેનું ઓક્સિજન લેવલ ઘટી જતાં ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવી હતી. પરંતુ છેલ્લા બે દિવસથી સેટુરેશન લેવલ નાટકીય રીતે ઘટી ગયું હતું. સિંગરને 19 મેના રોજ ખાનગી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેના પિતાનું પણ થોડા દિવસ પહેલા જ કોવિડ ઈન્ફેક્શનના કારણે નિધન થયું હતું.
તેનું સ્વાસ્થ્ય લથડી રહ્યું હોવાથી પરિવારજનો કોલકાતામાં એકમો ટ્રીટમેન્ટ માટે ખસેડવાની તૈયારી કરતા હતા. ઓડિશાના કલ્ચર ડિપાર્ટમેન્ટ સિંગરની સારવાર માટે આર્ટિસ્ટ વેલફેર ફંડમાંથી રૂપિયા એક લાખની સહાય કરી હતી. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે પણ સિંગરના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
ઓડિશામાં કેટલા છે એક્ટિવ કેસ
સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ મુજબ ઓડિશામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 35,243 છે. જ્યારે 8,35,132 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જ્યારે 3,550 લોકોના કોરોનાથી મોત થયા છે.
Renowned Odia playback singer Tapu Mishra passed away yesterday while undergoing treatment at a private hospital in Bhubaneswar for post-COVID complications.
— ANI (@ANI) June 20, 2021
(File photo) pic.twitter.com/FL26x2v8v0
ભારતમાં શું છે કોરોનાનું ચિત્ર
દેશમાં કોરોનાની બીજી લહેર હવે ધીમે ધીમે નબળી પડી રહી છે. સતત 13માં દિવસે નવા કેસની સંખ્યા 1 લાખ કરતાં ઓછી આવી છે અને સતત છઠ્ઠા દિવસે 70 હજારથી ઓછા કેસ નોંધાયા છે. કોરોનાથી મોતનો આંકડો પણ ઘટ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 58419 નવા કોરોનાના કેસ આવ્યા અને 1576 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 87,619 લોકો કોરોનાથી ઠીક થયા છે. દેશમાં 81 દિવસ બાદ 60 હજારથી ઓછા કેસ નોંધાયા છે.
દેશમાં કોરોનાની સ્થિતિ
કુલ કોરોના કેસ - બે કરોડ 98 લાખ 81 હજાર 965
કુલ ડિસ્ચાર્જ - બે કરોડ 87 લાખ 66 હજાર 009
કુલ એક્ટિવ કેસ - 7 લાખ 29 હજાર 243
કુલ મોત - 3 લાખ 86 હજાર 713
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)