શું ઓમિક્રોન સામાન્ય શરદી છે ? જાણો નીતિ આયોગના ડો. વી.કે.પોલે શું કહ્યું
દવાના ઉપયોગ માટે તર્કસંગત અભિગમ હોવો જોઈએ. અમે દવાઓના વધુ પડતા ઉપયોગ અને દુરુપયોગ વિશે ચિંતિત છીએ. વ
Coronavirus: ભારતમાં કોરોનાની સાથે ઓમિક્રોનના કેસ પણ વધી રહ્યા છે. દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધારે ઓમિક્રોન કેસ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં ઓમિક્રોન સંક્રમિતોનો આંકડો 4868 પર પહોંચ્યો છે, જેમાંથી 1805 સાજા થઈ ગયા છે.
શું કહ્યું ડૉ. વી.કે.પોલે
આ દરમિયાન આજે પ્રેસ કોન્ફરન્સમાં નીતિ આયોગના સભ્ય ડો.વી.કે.પોલે કહ્યું, ઓમિક્રોન સામાન્ય શરદી નથી, તેને ધીમો કરવાની જવાબદારી આપણી છે. સૌ માસ્ક પહેરીએ અને જે પણ લોકો બાકી હોય તે રસીકરણ કરાવે. હકીકત છે કે રસીઓ એક હદ સુધી મદદરૂપ છે. રસીકરણ આપણા કોવિડ પ્રતિભાવનો મહત્વપૂર્ણ આધારસ્તંભ છે.
દવાના ઉપયોગ માટે તર્કસંગત અભિગમ હોવો જોઈએ. અમે દવાઓના વધુ પડતા ઉપયોગ અને દુરુપયોગ વિશે ચિંતિત છીએ. વધુ પડતો ઉપયોગ કરશો નહીં, તેનું પરિણામ સારું નહીં આવે. આ ગરમ પાણી પીવો અને ઘરે કોગળા કરવા જોઈએ.
Omicron is not common cold, it's our responsibility to slow it down. Let's #MaskUp and get vaccinated, whoever is due. It's fact they (vaccines) are helpful to an extent. Vaccination critical pillar of our COVID response: Niti Aayog Member (Health) Dr VK Paul pic.twitter.com/bEv7Ne8vtp
— ANI (@ANI) January 12, 2022
કયા રાજ્યમાં કેટલા ઓમિક્રોન કેસ નોંધાયા
ભારતમાં કોરોનાની સાથે ઓમિક્રોનના કેસ પણ વધી રહ્યા છે. દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધારે ઓમિક્રોન કેસ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં ઓમિક્રોન સંક્રમિતોનો આંકડો 4868 પર પહોંચ્યો છે, જેમાંથી 1805 સાજા થઈ ગયા છે. દેશના 28 રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઓમિક્રોન પહોંચી ગયો છે. મહારાષ્ટ્રમાં 1281, રાજસ્થાનમાં 645, દિલ્હીમાં 546, કર્ણાટકમાં 479, પશ્ચિમ બંગાળમાં 294, ઉત્તરપ્રદેશમાં 275, ગુજરાતમાં 236, તમિલનાડુમાં 185, હરિયાણામાં 182, તેલંગાણામાં 129, ઓડિશામાં 102, આંધ્રપ્રદેશમાં 54, બિહારમાં 27, પંજાબમાં 27, ગોવામાં 21, જમ્મુ-કાશ્મીરમાં 13, મધ્યપ્રદેશમાં 1, આસામમાં 9, ઉત્તરાખંડમાં 8, ચંદીગઢમાં 5, મેઘાલયમાં 5, અંદામાન-નિકોબારમાં 3, પુડ્ડુચેરીમાં 2, હિમાચલ પ્રદેશમાં 1, લદ્દાખમાં 1 તથા મણિપુરમાં 1 કેસ નોંધાયો છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ તીવ્ર ગતિએ વધી રહ્યા. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 1,94,720 નવા કેસ નોંધાયા છે અને 442 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 60,405 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 9,55,319 પર પહોંચી છે. દૈનિક પોઝિટિવિટી રેટ 11.05 ટકા છે.
- કુલ એક્ટિવ કેસઃ 9,55,319
- કુલ ડિસ્ચાર્જઃ 3,36,30,536
- કુલ મૃત્યુઆંકઃ 4,84,655
- કુલ રસીકરણઃ 153,80,08,200