શોધખોળ કરો

લોકડાઉનની વચ્ચે મોદી સરકારે 1.70 લાખ કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ જાહેર કર્યું, જાણો કોને શું મળશે

કોરોના કમાન્ડોઝ આ જંગ સામે લડી રહ્યા છે તેમને 15 લાખ રૂપિયાનું વીમા કવચ આપવામાં આવશે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે દેશમાં 21 દિવસનું લોકડાઉન છે. આ લોકડાઉનના કારણે દેશના અર્થતંત્રને ભારે નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે સરકાર તરફથી નાણામંત્રી નિર્મલા સીતારમણે આર્થિક પેકેજ જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે, ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત કરીબોને 1.7 લાખ કરોડ રૂપિયાની મદદ આપવામાં આવશે. - નાણામંત્રી સીતારમણે કહ્યું કે જે કોરોના કમાન્ડોઝ આ જંગ સામે લડી રહ્યા છે તેમને 15 લાખ રૂપિયાનું વીમા કવચ આપવામાં આવશે - 80 કરોડ લોકોને અનાજ ઉપલબ્ધ કરાવવામાં આવશે. દરેક વ્યક્તિને 5 કિલો અનાજ અલગથી ફ્રીમાં આપવામાં આવશે. - સરકાર ગરીબોને અન્ન અને ધન બન્ને રીતે મદ કરશે. - આગામી ત્રણ મહિના સુધી 80 કરોડ ગરીબોને 5 કિલો રાશન (ઘઉં અથવા ચોખા) મળશે. સાથે જ દરેક ઘરને તેની પસંદની એક કિલો દાળ પણ આપવામાં આવશે. - સ્વાસ્થ્યકર્મીઓનો આભાર વ્યક્ત કરતાં નાણામંત્રીએ તેમના માટે 50 લાખ રૂપિયાના જીવન વીમાની જાહેરાત કરી. - ઉજ્જવલા યોજના અંતર્ગત 8 કરોડ બીપીએલ પરિવારોને ત્રણ મહિના સુધી ફ્રી સિલિન્ડર મળશે. - જ્યારે અંદાજે 20 કરોડ મહિલાઓના ખાતામાં આગામી ત્રમ મહિના સુધી 500 રૂપિયા પ્રતિ માસ આપવામાં આવશે. આ રકમ સીધી જ જનધન ખાતામાં આવશે. - વૃદ્ધ, વિધવા અને દિવ્યાંગોને 1000 રૂપિાય વધારાના આપવામાં આવશે. આ આગામી ત્રણ મહિના માટે હશે. આ બે ભાગમાં આપવામાં આવશે. આ વર્ગના લોકોને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કરવામાં આવશે. આ પહેલનો ફાયદો લગભગ 3 કરોડ લોકોને થશે. - મનરેગા અંતર્ગત આવનાર વર્કર્સની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. તેમને પહેલા પ્રત્યેક દિવસ માટે 182 રૂપિયા મળતા હતા જે વધારીને 202 રૂપિયા કરવામાં આવ્યા છે. તેનો ફાયદો 5 કરોડ પરિવારને થવાની ધારણા છે. - નાણામંત્રીએ  કહ્યું કે, અમે રાજ્ય સરકારોને વિનંતી કરી છે કે તે જિલ્લા મિનરલ ફંડનો ઉપયોગ મેડિકલ સ્ક્રીનિંગ, ટેસ્ટિંગ ગતિવિધિ, કોરોના વિશે જાગરૂકતા અન્ય કાર્યોમાં કરે. - નિર્માણ વર્કર્સ માટે તેમના વેલફેર ફંડમાં 31 હજાર કરોડ છે અને 3.5 કરોડ મજૂર છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને કહ્યું કે, તેમને ઇમરજન્સીની સ્થિતિમાં મદદ કરે, હાલમાં લોકડાઉનના સમયમાં આવી સ્થિતિ છે, આ રકમનો ઉપયોગ કરી અમે ઈચ્છીએ છીએ કે રાજ્ય સરકાર તેમને ફાયદો આપે. - સંગઠિત ક્ષેત્રના કર્મચારી માટે અને એવી સંસ્થા જ્યાં 100થી ઓછા કર્મચારી છે અથવા એવી સંસ્થા છે જ્યાં 90 ટકા કર્મચારીનો પગાર 15000થી ઓછો છે, તેમના ઈપીએફનો 12 ટકા જે કર્મચારી આપે છે અને 12 ટકા એમ્પ્લોટર આપતા હતા એ બન્ને આગામી ત્રણ મહિના સુધી સરકાર આપશે. - પીએમ ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત મહિલા સેલ્ફ હેલ્ફ ગ્રુપ અંતર્ગત 7 કરોડ પરિવારોને લાભ મળશે. દીન દયાલ રાષ્ટ્રીય ગ્રામીણ યોજના અંતર્ગત તેમને જામીન ફ્રી લોન બેગણી વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવશે. તેનાથી 63 લાખ લોકોને ફાયદો મળશે. - સરકાર પ્રધાનમંત્રી કિસાન યોજના અંતર્ગત 8.69 કરોડ ખેડૂોતને એપ્રિલના પ્રથમ સપ્તાહમાં બે બે હજાર રૂપિયાનો હપ્તો અગાઉથી ચૂકવી દેશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
Embed widget