શોધખોળ કરો
છત્તીસગઢઃ શ્રમિકોની ઘરવાપસીની સાથે જ કોરોના સંક્રમણનો વધ્યો ખતરો, બીજા રાજ્યમાંથી આવેલા 14 લોકો પોઝિટિવ
એઈમ્સના અધિકારીના જણાવ્યા મુજબ, હાલ એઈમ્સમાં એક નર્સિંગ અધિકારી, એક પોલીસ જવાન અને ત્રણ પ્રવાસી મજૂરો સહિત સાત લોકોની સારવાર કરવામાં આવી રહી છે.
![છત્તીસગઢઃ શ્રમિકોની ઘરવાપસીની સાથે જ કોરોના સંક્રમણનો વધ્યો ખતરો, બીજા રાજ્યમાંથી આવેલા 14 લોકો પોઝિટિવ Coronavirus Pandemic 14 new covid 19 cases positive returned from other states છત્તીસગઢઃ શ્રમિકોની ઘરવાપસીની સાથે જ કોરોના સંક્રમણનો વધ્યો ખતરો, બીજા રાજ્યમાંથી આવેલા 14 લોકો પોઝિટિવ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/05/04152503/corona.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
રાયપુરઃ છત્તીસગઢમાં બે મહિલાઓ સહિત અન્ય રાજ્યોમાંથી પરત ફરેલા 14 શ્રમિકોમાં કોરોના વાયરસ સંક્રમણની પુષ્ટિ થઈ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 57 લોકો વાયરસથી સંક્રમિત થયા છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી ટીએસ સિંહદેવે રવિવારે જણાવ્યું કે, રાજ્યના દુર્ગ જિલ્લામાં આઠ લોકો અને કબીરધામ જિલ્લામાં છ લોકોમાં કોરોના વાયરસ સંક્રમણની પુષ્ટિ થઈ છે.
આ તમામ લોકોને સારવાર માટે રાયપુર સ્થિત એઇમ્સમાં લાવવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણના 14 નવા મામલાની સાથે જ સંક્રમિતોની સંખ્યા 57 થઈ છે. જેમાંથી 36લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. જ્યારે 21 લોકોની સારવાર ચાલી રહી છે.
એઈમ્સના અધિકારીના જણાવ્યા મુજબ, હાલ એઈમ્સમાં એક નર્સિંગ અધિકારી, એક પોલીસ જવાન અને ત્રણ પ્રવાસી મજૂરો સહિત સાત લોકોની સારવાર કરવામાં આવી રહી છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ, રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 19902 લોકોના નમૂના લેવામાં આવ્યા છે. જેમાંથી 57 લોકોમાં કોરોના વાયરસ સંક્રમણની પુષ્ટિ થઈ છે. જ્યારે 18848 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. 997 રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)