શોધખોળ કરો
Corona Update: દેશમાં કોરોનાનો હાહાકાર, 24 કલાકમાં નોંધાયા અત્યાર સુધીના સૌથી વધારે કેસ, 606 લોકોના મોત
ભારતમાં મહારાષ્ટ્ર સૌથી વધારે પ્રભાવિત રાજ્ય છે. મહારાષ્ટ્રમાં 2,75,640 કેસ નોંધાય છે.
નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે. દેશમાં દરરોજ કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. દેશમાં પ્રથમ વખત કોરોનાના 32,000થી વધારે કેસ નોંધાયા છે. દેશમાં સંક્રમિતોની સંખ્યા હવે સાડા નવ લાખને પાર કરી ગઈ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 606 લોકોના મોત થયા છે અને 32,695 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. જે છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા અત્યાર સુધીના સૌથી વધારે સંક્રમિતો છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 9,68,876 પર પહોંચી છે અને 24,915 લોકોના મોત થયા છે. 6,12,815 લોકો સાજા થઈ ગયા છે અને 3,31,146 એક્ટિવ કેસ છે.
કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબે ભારત વિશ્વનો ત્રીજો સૌથી પ્રભાવિત દેશ છે. અમેરિકા, બ્રાઝિલ બાદ કોરોના મહામારીથી સૌથી વધારે ભારત પ્રભાવિત છે. જો 10 લાખ વસતી પર સંક્રમિત મામલા અને મૃત્યુદરની વાત કરવામાં આવે તો અન્ય દેશોની તુલનામાં ભારતની સ્થિતિ ઘણી સારી છે. ભારતથી વધારે મામલા અમેરિકા અને બ્રાઝીલમાં છે.
ભારતમાં મહારાષ્ટ્ર સૌથી વધારે પ્રભાવિત રાજ્ય છે. મહારાષ્ટ્રમાં 2,75,640 કેસ નોંધાય છે. જે પછી તમિલનાડુમાં 1,51,820, દિલ્હીમાં 1,16,993, કર્ણાટકમાં 47,253, ગુજરાતમાં 44,552, ઉત્તરપ્રદેશમાં 41,383, તેલંગાણામાં 39,342, આંધ્રપ્રદેશમાં 35,451, પશ્ચિમ બંગાળમાં 34,427 કેસ નોંધાયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement