શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Corona Update: દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 15 લાખને પાર, મૃતકોની સંખ્યા 34,193 પર પહોંચી
કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબે ભારત વિશ્વનો ત્રીજો સૌથી પ્રભાવિત દેશ છે. અમેરિકા, બ્રાઝિલ બાદ કોરોના મહામારીથી સૌથી વધારે ભારત પ્રભાવિત છે.
નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ વિકરાળ રૂપ ધારણ કરી રહ્યું છે. દેશમાં સંક્રમિતોની સંખ્યા હવે 15 લાખને પાર થઈ ગઈ છે અને મૃતકોની સંખ્યા 34 હજારને વટાવી ગયો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 768 લોકોના મોત થયા છે અને 48,512 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 15,31,669 પર પહોંચી છે અને 34,193 લોકોના મોત થયા છે. 9,88,030 લોકો સાજા થઈ ગયા છે અને 5,09,447 એક્ટિવ કેસ છે.
કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબે ભારત વિશ્વનો ત્રીજો સૌથી પ્રભાવિત દેશ છે. અમેરિકા, બ્રાઝિલ બાદ કોરોના મહામારીથી સૌથી વધારે ભારત પ્રભાવિત છે. ભારતથી વધારે મામલા અમેરિકા અને બ્રાઝીલમાં છે. એક દિવસમાં સૌથી વધારે મામલા અમેરિકા બાદ ભારતમાં નોંધાઈ રહ્યા છે. અમેરિકા અને બ્રાઝીલમાં 24 કલાકમાં ક્રમશઃ 445 અને 556 લોકોના મોત થયા છે. જ્યારે ભારતમાં 708 લોકોના મોત થયા છે.
ભારતમાં મહારાષ્ટ્રમાં સૌથી વધારે એક્ટિવ કેસ છે. મહારાષ્ટ્રમાં દોઢ લાખ જેટલા એક્ટિવ કેસ છે. જે પછી કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધારે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion