શોધખોળ કરો
Advertisement
Coronavirus: ભારતમાં સંક્રમિતોની સંખ્યા સાત લાખને પાર, મૃત્યુઆંક 20 હજારથી વધારે
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2,11,987 પર પહોંચી છે. બીજા નંબર પર રહેલા તમિલનાડુમાં 1,14,978 પર સંક્રમિતોની સંખ્યા પહોંચી છે.
નવી દિલ્હીઃ દેશમાં હાલ અનલોક-2 ચાલી રહ્યું છે. અનલોક-1ની શરૂઆત બાદ દેશમાં કોરોનાની મહામારી દિવસેને દિવસે વધુ ફેલાઈ રહી છે. ભારતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા સાત લાખને પાર કરી ગઈ છે. ગઈકાલે ભારત કોરોના કેસના સંદર્ભમાં રશિયાને પાછળ રાખી વિશ્વમાં ત્રીજા ક્રમે પહોંચી ગયું હતું.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 467 લોકોના મોત થયા છે અને 22,257 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 7,19,665 પર પહોંચી છે અને 20,160 લોકોના મોત થયા છે. 4,39,948 લોકો સાજા થઈ ગયા છે અને 2,59,557 એક્ટિવ કેસ છે.
કયા રાજ્યમાં કેટલા મોત
મહારાષ્ટ્રમાં સૌથી વધારે મોત થયા છે. મહારાષ્ટ્રમાં 9026, દિલ્હીમાં 3115, ગુજરાતમાં 1960, તમિલનાડુમાં 1571, મધ્યપ્રદેશમાં 617, આંધ્રપ્રદેશમાં 239, અરૂણાચલ પ્રદેશ 2, આસામમાં 14, બિહારમાં 97, ચંદીગઢમાં 6, છત્તીસગઢમાં 14, હરિયાણામાં 276, હિમાચલ પ્રદેશમાં 11, જમ્મુ-કાશ્મીરમાં 138, ઝારખંડમાં 20, કર્ણાટકમાં 401, કેરળમાં 27, મેઘાલયમાં 1, ઓડિશામાં 38, પુડ્ડુચેરીમાં 12, પંજાબમાં 169, રાજસ્થાનમાં 456, તેલંગાણામાં 306, ઉત્તરાખંડમાં 42, ઉત્તરપ્રદેશમાં 809 અને પશ્ચિમ બંગાળમાં 779 લોકોના મોત થયા છે.
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2,11,987 પર પહોંચી છે. બીજા નંબર પર રહેલા તમિલનાડુમાં 1,14,978 પર સંક્રમિતોની સંખ્યા પહોંચી છે. દિલ્હીમાં 1,00,823, ગુજરાતમાં 36,772, તેલંગાણામાં 25,733, કર્ણાટકમાં 25,317, રાજસ્થાનમાં 20,688 સંક્રમિતો નોંધાયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement