શોધખોળ કરો
Corona Update: દેશમાં સતત છઠ્ઠા દિવસે 20 હજારથી વધારે કેસ નોંધાયા, 482 લોકોના મોત
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2,17,121 પર પહોંચી છે. બીજા નંબર પર રહેલા તમિલનાડુમાં 1,18,594 પર સંક્રમિતોની સંખ્યા પહોંચી છે.

નવી દિલ્હીઃ દેશમાં હાલ અનલોક-2 ચાલી રહ્યું છે. અનલોક-1ની શરૂઆત બાદ દેશમાં કોરોનાની મહામારી દિવસેને દિવસે વધુ ફેલાઈ રહી છે. ભારતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 7 લાખ 40 હજારને પાર કરી ગઈ છે. હાલ ભારત કોરોના કેસના સંદર્ભમાં રશિયાને પાછળ રાખી વિશ્વમાં ત્રીજા ક્રમે પહોંચી ગયું છે. દેશમાં સતત છઠ્ઠા દિવસે કોરોના વાયરસના 20 હજારથી વધારે નવા મામલા નોંધાયા છે. અમેરિકા અને બ્રાઝિલ બાદ એક દિવસમાં સૌથી વધારે મામલા ભારતમાં આવી રહ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 482 લોકોના મોત થયા છે અને 22,752 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 7,42,417 પર પહોંચી છે અને 20,642 લોકોના મોત થયા છે. 4,56,831 લોકો સાજા થઈ ગયા છે અને 2,64,944 એક્ટિવ કેસ છે.
કયા રાજ્યમાં કેટલા મોત
મહારાષ્ટ્રમાં સૌથી વધારે મોત થયા છે. મહારાષ્ટ્રમાં 9250, દિલ્હીમાં 3165, ગુજરાતમાં 1977, તમિલનાડુમાં 1636, મધ્યપ્રદેશમાં 622, આંધ્રપ્રદેશમાં 252, અરૂણાચલ પ્રદેશ 2, આસામમાં 14, બિહારમાં 104, ચંદીગઢમાં 7, છત્તીસગઢમાં 14, ગોવામાં 8, હરિયાણામાં 279, હિમાચલ પ્રદેશમાં 11, જમ્મુ-કાશ્મીરમાં 143, ઝારખંડમાં 22, કર્ણાટકમાં 416, કેરળમાં 27, મેઘાલયમાં 1, ઓડિશામાં 42, પુડ્ડુચેરીમાં 14, પંજાબમાં 175, રાજસ્થાનમાં 472, તેલંગાણામાં 313, ઉત્તરાખંડમાં 43, ઉત્તરપ્રદેશમાં 827 અને પશ્ચિમ બંગાળમાં 804 લોકોના મોત થયા છે.
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2,17,121 પર પહોંચી છે. બીજા નંબર પર રહેલા તમિલનાડુમાં 1,18,594 પર સંક્રમિતોની સંખ્યા પહોંચી છે. દિલ્હીમાં 1,02,831, ગુજરાતમાં 37,550, તેલંગાણામાં 27,612, કર્ણાટકમાં 26,815, રાજસ્થાનમાં 21,404 સંક્રમિતો નોંધાયા છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ પ્રમાણે 7 જુલાઈ સુધી ટેસ્ટ કરવામાં આવેલા સેમ્પલની કુલ સંખ્યા 1,04,73,771 છે, જેમાંથી ગઈકાલે 2,62,679 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
ગુજરાત
ક્રિકેટ
Advertisement
