શોધખોળ કરો
Advertisement
Coroanvirus: USAમાં 24 કલાકમાં 1462 લોકોના મોત, સંક્રમિતોની સંખ્યા 47 લાખને પાર, 1.56 લાખના મોત
અમેરિકામાં કોરોનાની ઝપેટમાં આવીને મરનારા લોકોની સંખ્યા દોઢ લાખને પાર કરી ગઈ છે. જે વિશ્વભરમાં મૃતકોની સૌથી વધારે સંખ્યા છે.
વોશિંગ્ટનઃ વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં દરરોજ કોરોના મામલા અને મોતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તાજા આંકડા પ્રમાણે છેલ્લા એક દિવસમાં અમેરિકામાં કોરોના સંક્રમણના 70 હજારથી વધારે નવા મામલા સામે આવ્યા છે અને 1462 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના સૌથી વધારે મામલા અમેરિકામાં નોંધાયા છે. સતત 25માં દિવસે 50 હજારથી વધારે કેસ નોંધાયા છે.
છેલ્લા 24 કલાકમાં કોરોનાથી સૌથી વધારે મોત અમેરિકામાં થયા છે. અમેરિકામાં કોરોનાની ઝપેટમાં આવીને મરનારા લોકોની સંખ્યા દોઢ લાખને પાર કરી ગઈ છે. જે વિશ્વભરમાં મૃતકોની સૌથી વધારે સંખ્યા છે.
કોરોના સંક્રમણ પર નજર રાખતી વેબસાઈટ વર્લ્ડોમીટર મુજબ, અમેરિકામાં કોરોના વાયરસથી મૃતકોની સંખ્યા શનિવારે સવારે વધીને 47 લાખ 5 હજારને પાર થઈ ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં એક લાખ 56 હજાર 747 લોકોના મોત થયા છે. દેશમાં 23.27 લાખ લોકો ઠીક થઈ ગયા છે. જે કુલ સંક્રમિતોના જે કુલ સંક્રમિતોના 49 ટકા છે. 22 લાખ 21 હજાર હજુ પણ વાયરસથી સંક્રમિત છે.
અમેરિકાના સૌથી મોટા રાજ્ય પૈકીના એક કેલિફોર્નિયામાં સૌથી વધારે 5 લાખ કરતા વધુ કેસ સામે આવ્યા છે અને 9,193 લોકોના મોત થયા છે. જે બાદ ન્યૂયોર્કમાં 4,43,317 કોરોના દર્દીમાંથી 33,823 લોકોના મોત થયા છે. આ ઉપરાંત ટેક્સાસ, કેલિફોર્નિયા, ફ્લોરિડા પણ ઘણા પ્રભાવિત છે.
અમેરિકાના 12 રાજ્યોમાં એક લાખથી વધારે મામલા આવ્યા છે. મોટાભાગના રાજ્યોમાં મૃતકોનો આંકડો એક હજારને પાર થઈ ગયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion