શોધખોળ કરો
Advertisement
કોરોના વાયરસઃ દેશમાં અત્યાર સુધીમાં કેટલા સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું ? આંકડો જાણીને ચોંકી જશો
ICMRના જણાવ્યા મુજબ, 26 જૂન સુધીમાં કુલ 79,96,707 સેમ્પલ લેવામાં આવ્યા છે.
નવી દિલ્હીઃ દેશમાં અનલોક-1માં છૂટછાટ આપ્યા બાદ કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. આ દરમિયાન ટેસ્ટિંગનું પ્રમાણ પણ વધારવામાં આવ્યું છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં આશરે 80 લાખ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે.
ICMRના જણાવ્યા મુજબ, 26 જૂન સુધીમાં કુલ 79,96,707 સેમ્પલ લેવામાં આવ્યા છે. જ્યારે શુક્રવાર, 26 જૂનના રોજ 2,20,479 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં અત્યાર સુધીમાં 5,08,953 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. જેમાંથી 15,685 લોકોના મોત થયા છે. 2,95,881 લોકો સાજા થઈ ગયા છે અને 1,97,387 એક્ટિવ કેસ છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધારે 18,552 નવા મામલા સામે આવ્યા છે, જ્યારે 384 લોકોના મોત થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
ક્રિકેટ
ગુજરાત
Advertisement