શોધખોળ કરો
Advertisement
શું 17 મે બાદ લોકડાઉન ખત્મ થઈ જશે? આજે મુખ્યમંત્રીઓ સાથે PM મોદીની મહત્ત્વની બેઠક
કોરોના કાળમાં મુખ્યમંત્રીઓની સાથે પીએમ મોદીની આ પાંચમી બેઠક હશે. આજે જ્યારે પીએમ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને મળશે ત્યારે લોકડાઉનથી થયેલ ફાયદા અને આગળની રણનીતિ પર ચર્ચા થઈ શકે છે.
નવી દિલ્હીઃ શું 17 મે બાદ લોકડાઉન ખત્મ થઈ જશે. આ સવાલનો જવાબ દરેક લોકો જાણવા માગે છે. એવામાં બધાની નજર આજે પીએમ મોદીની મળનારી મહત્ત્વની બેઠક પર છે. કોરોના વિરૂદ્ધ દેશની તૈયારી અને આગળની રણનીતિ પર ચર્ચા માટે આજે પીએમ, મુખ્યમંત્રીઓ સાથે વાત કરવાનાછે. આ બેઠક બપોરે 3 કલાકે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થશે.
પીએમની બેઠકમાં આ મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા
કોરોના કાળમાં મુખ્યમંત્રીઓની સાથે પીએમ મોદીની આ પાંચમી બેઠક હશે. આજે જ્યારે પીએમ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને મળશે ત્યારે લોકડાઉનથી થયેલ ફાયદા અને આગળની રણનીતિ પર ચર્ચા થઈ શકે છે. કોરોના કાળમાં અત્યાર સુધીમાં પીએમ 20 માર્ચ, 2 એપ્રિલ, 11 એપ્રિલ અને 27 એપ્રિલના રોજ મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી ચૂક્યા છે. પીએમની આજની બેઠક એટલા માટે પણ મહત્ત્વની છે કારણ કે લોકડાઉનને લઈને પીએમ મોદીએ જ્યારે પણ કોઈ નિર્ણય કર્યો છે ત્યારે એ પહેલા રાજ્યનો મત જરૂર જાણ્યો છે.
- 20 માર્ચની બેઠક બાદ પીએમે 24 માર્ચે રાષ્ટ્રવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી હતી.
- 2 એપ્રિલની બેઠકમાં અચાનક લોકડાઉન નહીં હટાવવા પર સહમતિ બની હતી.
- 11 એપ્રિલની બેઠક બાદ પીએમે 14 એપ્રિલના રોજ લોકડાઉન 3 મે સુધી વધારવાની જાહેરાત કરી હતી.
- 27 એપ્રિલની બેઠક બાદ 1મેના રોજ લોકડાઉનના ત્રીજા તબક્કાનો નિર્ણય કર્યો હતો.
- કેટલાક રાજ્યોએ રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોનને લઈને બનાવવામાં આવેલ નિયમોને લઈને વિરોધ નોંધાવ્યો છે.
- રાજ્યોનું કહેવું છે કે પ્રવાસી મજૂરોની વાપસીથી કોરોનાના કેસ વધી રહ્યા છે.
- એવામાં મોટાભાગના જિલ્લા રેડ ઝોનમાં આવી જશે જેનાથી છૂટ પર અસર પડશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement