શોધખોળ કરો

Coronavirus: દેશના આ જાણીતા શહેરમાં કોરોનાના કેસ વધતાં 31 મે સુધી લાગુ કરાઈ કલમ 144, જાણો વિગત

UP Corona Cases: દેશમાં કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ભારતમાં સતત પાંચમા દિવસે ત્રણ હજારથી વધારે કોરોના કેસ નોંધાયા છે.

Noida Corona News: યુપીના નોયજા અને ગાઝિયાબાદમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. જે બાદ હવે સરકારે નોયડામાં 31 મે સુધી કલમ 144 લાગુ કરી છે. જોકે માસ્ક અને અન્ય નિયમો પર પહેલા જ સરકારે કડક કર્યા હતા.

કેમ લીધો ફેંસલો

ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદ અને નોયડામાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના મામલા વધી રહ્યા છે. જેને લઈ સરકારે નોયડા, ગાઝિયાબદ, લખનઉ સહિત રાજ્યના સાત જિલ્લામાં માસ્ક ફરજિયાત કર્યુ હતું. જોકે સ્થિતિમાં કોઈ સુધારો નહોતો થયો અને કેસ વધવા લાગ્યા હતા. જેને લઈ સરકારે 31 મે સુધી કલમ 144 લાગુ કરી છે. સરકારેઆ ફેંસલો નોયડામાં કોરોનાના વધતાં કેસને લઈ આ ફેંસલો કર્યો છે.

પોલીસ કમિશ્નરે શું કહ્યું

ગૌતમ બુદ્ધ નગરના પોલીસ કમિશ્નરે આ અંગે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, ટોચના અધિકારીઓની મંજૂરી વગર કોઈ ધરણા કે ભૂખ હડતાળ નહીં થાય. કોઈ જાહેર જગ્યા પર પૂજા કે નમાજની મંજૂરી નહીં આપવામાં આવે. સ્કૂલોમાં પરીક્ષા દરમિયાન કોવિડ-19 ગાઇડલાઇનનું પાલન કરાશે.

ડીએમે શું કરી હતી અપીલ

નોયડામાં થોડા દિવસોથી સતત કોરોનાના 100થી વધુ મામલા સામે આવતા હતા. આ દરમિયાન ઘણા સ્કૂલ બાળકો પણ સંક્રમિત થયા હોવાના સમાચાર આવ્યા હતા. છેલ્લા થોડા દિવસોથી સતત વધી રહેલા મામલાને જોતાં ડીએમે એડવાઇઝરી જાહેર કરીને લોકોને નહીં ગભરાવાની અપલી કરી હતી.

ભારતમાં સતત પાંચમા દિવસે નોંધાયા ત્રણ હજારથી વધારે કેસ

ભારતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. દેશમાં સતત પાંચમાં દિવસે ત્રણ હજારથી વધારે કેસ નોંધાયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 3157 નવા કેસ અને 26 સંક્રમિતોના મોત થયા છે. રવિવારે 3,324 નવા કેસ નોંધાયા અને 40 સંક્રમિતોના મોત થયા છે.  શનિવારે 3688 નવા કેસ અને 50 સંક્રમિતોના મોત થયા હતા. શુક્રવારે 3377 નવા કોરોના કેસ અને 60 લોકોના મોત થયા હતા. ગુરુવારે 3303 નવા કેસ અને 39 સંક્રમિતોના મોત થયા હતા.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 19,500 પર પહોંચી છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,23,869 પર પહોંચ્યો છે. દેશમાં 4,25,38,976 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 189,23,98,347 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 4,02,170 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
Himachal Pradesh: હિમાચલમાં મુસાફરો ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 8 લોકોના મોત અનેક ઘાયલ
Himachal Pradesh: હિમાચલમાં મુસાફરો ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 8 લોકોના મોત અનેક ઘાયલ
દંતેવાડામાં 63 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 36 પર હતું 1.19 કરોડ રુપિયાથી વધુ ઈનામ 
દંતેવાડામાં 63 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 36 પર હતું 1.19 કરોડ રુપિયાથી વધુ ઈનામ 
ટ્રમ્પની ધમકી વચ્ચે શેર બજારમાં હાહાકાર, 5 દિવસમાં સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો કડાકો, જાણો  5 કારણો 
ટ્રમ્પની ધમકી વચ્ચે શેર બજારમાં હાહાકાર, 5 દિવસમાં સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો કડાકો, જાણો  5 કારણો 

વિડિઓઝ

Saurashtra Earthquake News: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં ભૂકંપના 7 આંચકાથી લોકોમાં ફફડાટ
Somnath Swabhiman Parv: સોમનાથ સ્વાભિમાન પર્વમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે અનેરો ઉત્સાહ, જુઓ VIDEO
Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
Himachal Pradesh: હિમાચલમાં મુસાફરો ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 8 લોકોના મોત અનેક ઘાયલ
Himachal Pradesh: હિમાચલમાં મુસાફરો ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 8 લોકોના મોત અનેક ઘાયલ
દંતેવાડામાં 63 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 36 પર હતું 1.19 કરોડ રુપિયાથી વધુ ઈનામ 
દંતેવાડામાં 63 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 36 પર હતું 1.19 કરોડ રુપિયાથી વધુ ઈનામ 
ટ્રમ્પની ધમકી વચ્ચે શેર બજારમાં હાહાકાર, 5 દિવસમાં સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો કડાકો, જાણો  5 કારણો 
ટ્રમ્પની ધમકી વચ્ચે શેર બજારમાં હાહાકાર, 5 દિવસમાં સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો કડાકો, જાણો  5 કારણો 
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
EPFO: ₹15,000 થી ₹21,000 સુધી વધી શકે છે પગાર મર્યાદા ? જાણો કોને થશે મોટો ફાયદો 
EPFO: ₹15,000 થી ₹21,000 સુધી વધી શકે છે પગાર મર્યાદા ? જાણો કોને થશે મોટો ફાયદો 
Knuckle Cracking: શું વારંવાર ટચાકા ફોડવાથી નબળા પડી જાય છે આંગળીના હાડકાં, જાણો કેટલી સાચી છે આ વાત ?
Knuckle Cracking: શું વારંવાર ટચાકા ફોડવાથી નબળા પડી જાય છે આંગળીના હાડકાં, જાણો કેટલી સાચી છે આ વાત ?
ગિલ કે જયસ્વાલ નહીં, આકાશ ચોપરાએ આ ખેલાડીને તિલક વર્માના રિપ્લેસમેન્ટ માટે ગણાવ્યો હોટ ફેવરીટ, નામ જાણીને ચોંકી જશો
ગિલ કે જયસ્વાલ નહીં, આકાશ ચોપરાએ આ ખેલાડીને તિલક વર્માના રિપ્લેસમેન્ટ માટે ગણાવ્યો હોટ ફેવરીટ, નામ જાણીને ચોંકી જશો
Embed widget