કોરોના વાયરસના સંક્રમણને લઈ દિલ્હી માટે શું આવ્યા મોટા રાહતના સમાચાર, જાણો
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમણના નવા કેસમાં ઘટાડો થયો છે. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં 1491 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.
નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમણના નવા કેસમાં ઘટાડો થયો છે. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં 1491 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. આ સાથે જ દિલ્હીમાં પોઝિટિવ રેટ 2 ટકા કરતા ઓછો થયો છે જે ખૂબ જ રાહતના સમાચાર છે.
દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેંદ્ર જૈને ટ્વિટ કર્યું, પોઝિટિવ રેટ 1.93 ટકા થઈ ગયો છે અને સંક્રમણના નવા 1491 કેસ આવ્યા છે. જે છેલ્લા 2 મહિનામાં સૌથી ઓછા છે. આપણે હજુ પણ તમામ નિયમોનું પાલન કરવું પડશે.
ત્રણ વાગ્યાના આંકડા અનુસાર, દિલ્હીમાં 3,952 લોકોએ કોરોનાને મ્હાત આપી છે અને 130 દર્દીઓના મોત થયા છે. અત્યાર સુધીમાં 14,21,477 લોકો કોરોના સંક્રમિત થયા છે. આ સમયે 19,148 દર્દીઓની સારવાર ચાલી રહી છે.
મંગળવારે 1568 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા અને 156 દર્દીઓના મોત થયા હતા.
સોમવારે 1550 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા અને 207 દર્દીઓના મોત થયા હતા.
રવિવારે 1649 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા અને 189 દર્દીઓના મોત થયા હતા.
શનિવારે 2260 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા અને 182 દર્દીઓના મોત થયા હતા.
શુક્રવારે 3009 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા અને 252 દર્દીઓના મોત થયા હતા.
ગુરુવારે 3846 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા અને 235 દર્દીઓના મોત થયા હતા.
કોરોનાના ઘટી રહેલા કેસો વચ્ચે બ્લેક ફંગસે ચિંતા વધારી દીધી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે કહ્યુ કે, રાષ્ટ્રીય રાજધાનીમાં બ્લેક ફંગસના આશરે 620 કેસ સામે આવ્યા છે. આ સાથે તેમણે કહ્યું કે, તેના સારવારમાં વપરાતી એમ્ફોટેરિસિન-બી ઇન્જેક્શનની પણ અહીં અછત છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,08,921 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4157 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 2,95,955 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- બે કરોડ 71 લાખ 57 હજાર 795
- કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 43 લાખ 50 હજાર 816
- કુલ એક્ટિવ કેસ - 24 લાખ 95 હજાર 591
- કુલ મોત - 3 લાખ 11 હજાર 591