શોધખોળ કરો
ભારતમાં કોરોના વકર્યોઃ છેલ્લા 12 કલાકમાં 302 નવા કેસ, અત્યાર સુધી 77 લોકોએ જીવ ગુમાવ્યા
3074 કેસોમાંથી હાલ 3030 કેસો એક્ટિવ છે, 267 લોકો કોરોનાને માત આપીને ઘરે પરત ફર્યા છે. ખાસ વાત છે કે, આ લિસ્ટમાં 77 લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે

નવી દિલ્હીઃ દુનિયાની સાથે સાથે કોરોના વાયરસનો ખતરો ભારતમાં સતત વધી રહ્યો છે, છેલ્લા 12 કલાકના આંકડા એકદમ ભયજનક દેખાઇ રહ્યો છે. સાથે સાથે મરનારાઓની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. ભારતમાં કોરોના વકરી રહ્યો છે, ભારતના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે જાણકારી આપી છે કે, છેલ્લા 12 કલાકમાં 302 લોકો નવા કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. આ સાથે ભારતમાં કોરોનાના કેસો વધીને 3374એ પહોંચી ગયા છે.
3074 કેસોમાંથી હાલ 3030 કેસો એક્ટિવ છે, 267 લોકો કોરોનાને માત આપીને ઘરે પરત ફર્યા છે. ખાસ વાત છે કે, આ લિસ્ટમાં 77 લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે. કોરોનાને માત આપવા કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત કામ કરી રહી છે, આજે રાત્રે પીએમ મોદીની અપીલથી લોકો એક દિવસની દિવાળી મનાવશે, ઘરની બાલ્કીનમાં દીવા કરશે, આ એક કોરોના સામેની મોટી લડાઇ છે.
3074 કેસોમાંથી હાલ 3030 કેસો એક્ટિવ છે, 267 લોકો કોરોનાને માત આપીને ઘરે પરત ફર્યા છે. ખાસ વાત છે કે, આ લિસ્ટમાં 77 લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે. કોરોનાને માત આપવા કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત કામ કરી રહી છે, આજે રાત્રે પીએમ મોદીની અપીલથી લોકો એક દિવસની દિવાળી મનાવશે, ઘરની બાલ્કીનમાં દીવા કરશે, આ એક કોરોના સામેની મોટી લડાઇ છે. વધુ વાંચો




















