શોધખોળ કરો
ICMRએ મોકલેલી ખરાબ ટેસ્ટિંગ કિટથી કોરોના વાયરસની તપાસમાં વિલંબ થતો હોવાનો પશ્ચિમ બંગાળ સરકારે લગાવ્યો આરોપ
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધીમાં 339 પોઝિટિવ કેસ નોંધાયા છે.

કોલકાતાઃ ICMR દ્વારા આપવામાં આવેલી ખરાબ ટેસ્ટિંગ કિટના કારણે કોરોના વાયરસના સંક્રમણ માટે કરવામાં આવી રહેલા પરિક્ષણના જલદી પરિણામ મળતા ન હોવાનો પશ્ચિમ બંગાળ સરકારે આરોપ લગાવ્યો છે.જેની સાથે રાજ્ય સરકારે આઈસીએમઆરને આ મામલે તપાસ કરવા કહ્યું છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ આ મુદ્દે રાજ્યના આરોગ્ય મંત્રી સાથે વાત કરી હતી. આ દરમિયાન વિપક્ષે રાજ્ય સરકાર પર વસતીના પ્રમાણમાં ઓછા કેસ બતાવતા હોવાનો આરોપ મૂક્યો હતો. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધીમાં 339 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 12 લોકોના મોત થયા છે, જ્યારે 66 લોકો સાજા થઈ ગયા છે. દેશમાં કોરોનાના 17265 કેસ નોંધાઈ ચુક્યા છે. જેમાંથી 543ના મોત થયા છે અને 2546 સ્વસ્થ થયા છે.
વધુ વાંચો





















