શોધખોળ કરો

ચોમાસા અને શિયાળામાં દેશમાં વકરી શકે છે કોરોના, જાણો કેવી રીતે કરી શકો છો ખુદનો બચાવ

કોરોના વાયરસથી બચવા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. સંક્રમણથી બચવા સમયાંતરે હાથ ધોતા રહેવા જરૂરી છે.

નવી દિલ્હીઃ ચોમાસા અને શિયાળામાં તાપમાન ઘટવાથી કોરોના સંક્રમણના મામલા વધી શકે છે. આ દાવો એક સ્ટડીમાં કરવામાં આવ્યો છે. IIT-ભુવને્વરના માઇક્રોબાયોલોજી વિભાગના બિજયિની બી અને વૈજયંતિમાલા એમ દ્વારા સંયુક્ત રીતે આ સ્ટડી કરવામાં આવ્યો હતો. જે મુજબ ચોમાસા અને શિયાળામાં તાપમાન ઘટવાથી કોરોનાના મામલા ઝડપથી વધી શકે છે. આ સ્ટડીનું  ટાઇટલ ભારતમાં કોવિડ-19નો પ્રસાર અને તાપમાન છે. ક્યારે કરવામાં આવ્યો સ્ટડી આ સ્ટડી એપ્રિલથી જૂન વચ્ચે 28 રાજ્યોમાં કરવામાં આવ્યો હતો. સ્ટડીમાં ખબર પડી કે તાપમાન એક ડિગ્રી સેલ્સિયસ વધવાના કારણે મામલામાં 0.99 ટકા ઘટાડો થાય છે અને મામલા બમણા થવાનો સમય 1.13 દિવસ સુધી વધી જાય છે. જોકે સ્ટડી હજુ તેના પ્રી પ્રિંટ તબક્કામાં છે. કેવી રીતે કરી શકો છો બચાવ કોરોના વાયરસથી બચવા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. સંક્રમણથી બચવા સમયાંતરે હાથ ધોતા રહેવા જરૂરી છે. સંક્રમિત વ્યક્તિ પાસે જવાથી જીવાણુયુક્ત કણ શ્વાસ માર્ગે શરીરમાં જઈ શકે છે. છીંકવાથી કે ઉધરસ ખાવાથી પણ બારીક કણ હવા દ્વારા ફેલાય છે. આ કણ આસપાસના વ્યક્તિ કે ચીજો પર ચોંટી જાય છે. તેથી ઉધરસ કે છીંક ખાતા વ્યક્તિથી અંતર જાળવી રાખવું જોઈએ. આવા લોકોએ ટિશ્યૂનો ઉપયોગ કરવો જોઈએ. હાથ ધોયા વગર નાક કે આંખને સ્પર્શ ન કરવો જોઈએ. માસ્ક ફરજિયાત પહેરેલું હોવું જોઈએ. પાલતુ કે જંગલી જાનવરોના સીધા સંપર્કમાં આવવાથી બચવું જોઈએ. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 681 લોકોના મોત થયા છે અને 40,425 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. જે અત્યાર સુધીમાં સૌથી વધારે નોંધાયેલા સંક્રમિતો છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 11,18,043 પર પહોંચી છે અને 27,497 લોકોના મોત થયા છે. 7,00,087 લોકો સાજા થઈ ગયા છે અને 3,90,459 એક્ટિવ કેસ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: આજથી અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં મૂશળધાર વરસાદનું રેડ એલર્ટ, શાળામાં રજા જાહેર
Rain Forecast: આજથી અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં મૂશળધાર વરસાદનું રેડ એલર્ટ, શાળામાં રજા જાહેર
Commonwealth Games 2026: કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધૂમ, લવપ્રીતે સિલ્વર મેડલ અને સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો
Commonwealth Games 2026: કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધૂમ, લવપ્રીતે સિલ્વર મેડલ અને સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 

Embed widget