શોધખોળ કરો
કૉર્પોરેટે ટેક્સમાં ઘટાડાના નિર્ણયને PM મોદીએ ગણાવ્યો ઐતિહાસિક, ટ્વીટ કરીને ગણાવ્યા ફાયદા
પીએમ મોદીએ કહ્યું કે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવાનું પગલું ઐતિહાસિક છે. જે મેક ઇન ઇન્ડિયાને શાનદાર પ્રોત્સાહન આપશે, જે દુનિયાભરના ખાનગી રોકાણકારોને આકર્ષિત કરશે.
નવી દિલ્હી: સરકારે આર્થિક વૃદ્ધી દરને ગતિ આપવા માટે કૉર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરતા કહ્યું કે નવો કોર્પોરેટ ટેક્સ 25.17 ટકા નક્કી કર્યો છે. સાથે જ કંપનીઓએ આ ઉપરાંત કોઈ અન્ય ટેક્સ આપવો નહીં પડે. આ નિર્ણયને વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને ઐતિહાસિક પગલું ગણાવ્યું છે. એટલું જ પીએમ મોદીએ તેને 130 કરોડ ભારતીયોની જીત ગણાવી છે.
પીએમ મોદીએ કહ્યું કે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવાનું પગલું ઐતિહાસિક છે. જે મેક ઇન ઇન્ડિયાને શાનદાર પ્રોત્સાહન આપશે, જે દુનિયાભરના ખાનગી રોકાણકારોને આકર્ષિત કરશે. આપણા ખાનગી ક્ષેત્રની પ્રતિસ્પર્ધામાં સુધારો કરશે અને વધુ નોકરીઓનું નિર્માણ કરશે. આ 130 કરોડ ભારતીયની જીત હશે.
નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરતા કહ્યું કે, ઘરેલુ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યો છે. કોઈપણ છૂટ પહેલા ઇનકમ ટેક્સ 22 ટકા હશે. જ્યારે સરચાર્જ અને સેસની સાથે આ ટેક્સ 25.17 ટકા રહેશે. તેમણે કહ્યું કે, અમે આજે ઘરેલુ કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સ ઘટાડવાનો પ્રસ્તાવ રાખીએ છીએ. આ છૂટ નવી ઘરેલુ કંપનીઓ અને મેન્યુફેક્ચરિંગ કંપનીઓ પર પણ લાગુ પડશે. કોર્પોરેટ ટેક્સ ઘટાડવાના મામલે વટહૂકમ બહાર પડી ગયો છે. સરકારની જાહેરાત પર રાહુલનો વાર- 1.45 લાખ કરોડની સૌથી મોંઘી ઇવેન્ટ હશે ‘હાઉડી મોદી’ ટેક્સ છૂટની જાહેરાત બાદ માર્કેટમાં રૂમઝુમ તેજી, સેન્સેક્સમાં 1700 પોઈન્ટનો જંગી ઉછાળો સાથે જ MAT એટલે કે મિનિમમ ઓલ્ટરનેટિવ ટેક્સ ખત્મ કરવામાં આવ્યો છે. આ ટેક્સ એવી કંપનીઓ પર લગાવવામાં આવતો હતો જે નફો કમાતી હતી. પરંતુ રાહતને કારણે તમના પર ટેક્સનો ભાર ઓછો હતો. એક ઓક્ટોબર બાદ બનેલ નવી ઘરેલુ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ કોઈપણ પ્રોત્સાહન વગર 15 ટકાના દરે ટેક્સ ચૂકવી શકશે. નવી મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માટે તમામ સરચાર્જ સાથે પ્રભાવી ટેક્સ રેટ 17.01 ટકા રહેશે.The announcements in the last few weeks clearly demonstrate that our government is leaving no stone unturned to make India a better place to do business, improve opportunities for all sections of society and increase prosperity to make India a $5 Trillion economy.
— Narendra Modi (@narendramodi) September 20, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
મનોરંજન
Advertisement