Trending: કપલને પ્રી વેડિંગ શૂટ કરાવવું ભારે પડ્યુ, સ્ટાઇલ મારવા છોકરી નદીમાં કુદી ને ડુબતાં ડુબતાં બચી, Video વાયરલ
હાલમાં જ એક વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક કપલને પ્રી-વેડિંગ શૂટ દરમિયાન ગંભીર અકસ્માતનો ભોગ બનવું પડ્યું હતું
Trending Video: લગ્નને લઈને દરેક કપલના કેટલાક સપના અને ઈચ્છાઓ હોય છે. દરેક કપલ કંઈક નવું અને રોમાંચક કરવા માંગે છે, પરંતુ કંઈક અલગ અને રોમાંચક કરવાના ચક્કરમાં ઘણીવાર લોકો એવી મુશ્કેલીઓમાં મુકાઇ જાય છે કે ના પુછો વાત. આજકાલ લોકો લગ્ન પહેલા પ્રી-વેડિંગ શૂટ કરાવે છે, જેથી સારી યાદો બની શકે. જોકે પ્રી-વેડિંગ શૂટ જોઈને લાગે છે એટલું સરળ નથી. જેના કારણે ઘણીવાર લોકો ગંભીર અકસ્માતનો પણ ભોગ બને છે.
હાલમાં જ એક વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક કપલને પ્રી-વેડિંગ શૂટ દરમિયાન ગંભીર અકસ્માતનો ભોગ બનવું પડ્યું હતું. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક કપલ પ્રી-વેડિંગ શૂટ માટે નદીમાં ઉતરી રહ્યું છે. પહેલા છોકરો પાણીમાં જાય છે. આ પછી, ગાઉન પહેરીને છોકરી પાણીમાં કૂદી પડે છે. છોકરી અને છોકરો બંને રૉમાન્ટિક ફોટોશૂટ માટે પાણીમાં આવ્યા હતા. જોકે, તેને ખ્યાલ નહોતો કે તેની સાથે આગળનું દ્રશ્ય કેટલું ભયાનક હશે.
ઊંધા માથે પડી છોકરી -
જેવી છોકરી પાણીમાં કૂદી પડી કે તરત જ તે ઊંધા માથે થઇ ગઇ, અને સીધી નદીના ઊંડાણમાં પહોંચી ગઈ. જ્યારે તેનો ગાઉન પાણી પર તરતું રહ્યું, છોકરાએ તેને પકડવાની કોશિશ પણ કરી, પરંતુ ગાઉનના કારણે તે કંઇપણ કરી શક્યો નહીં. પહેલા તે ગાઉન ઉતારી દે છે અને છોકરીનું માથું શોધવાનું શરૂ કરે છે, પણ તેને તે ક્યાંય મળતી નથી, ત્યારે અચાનક બીજીબાજુથી એ છોકરી બહાર આવે છે. ખરેખરમાં કંઈક એવું થયું કે જ્યારે છોકરીએ પાણીમાં કુદી તો ગાઉનના કારણે તે તરી શકી નહીં અને સીધી પાણીમાં ડુબવા લાગી હતી. જે બાદ યુવતીએ પાણીમાં જ પોતાનું ગાઉન ઉતારી દીધુ હતુ.
She tried to do something different for her wedding but almost lost her life pic.twitter.com/38FM0gmq2v
— Wild content (@NoCapFights) August 20, 2023
લોકોએ બચાવ્યો જીવ -
આ પછી આસપાસ હાજર રહેલા લોકો પણ બચાવવા માટે પાણીમાં કૂદી પડ્યા, ત્યાર પછી તે છોકરીને સુરક્ષિત રીતે બચાવી શકાય હતી. વીડિયો જોઈને સ્પષ્ટપણે સમજી શકાય છે કે પાણીમાં ગાઉન સંભાળવું મુશ્કેલ થઈ રહ્યું હતું. કારણ કે તે ખૂબ જ ભારે હતુ, જ્યારે પણ તમે આ પ્રકારનું પ્રી-વેડિંગ શૂટ કરો ત્યારે સાવચેત રહો.