શોધખોળ કરો
Advertisement
PM મોદીની અપીલ પર કોગ્રેસનો વળતો પ્રહાર, કોરોના સામેની જંગને લઇને સરકાર પર ઉઠાવ્યા
કોગ્રેસે વડાપ્રધાનની અપીલ પર નિશાન સાધવા માટે આઇસીયૂ બેડ્સ, વેન્ટિલેટર્સ, ટેસ્ટ કિટ અને મેડિકલ ઇક્વિપમેન્ટની અછતનો સહારો લીધો છે.
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અપીલ કરી હતી કે તે આગામી રવિવારે રાત્રે નવ વાગ્યે ઘરની બાલ્કનીમાં દીવો પ્રગટાવો. વડાપ્રધાનની આ અપીલ પર સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની પ્રતિક્રિયા સામે આવી રહી છે. એક તરફ કેટલાક લોકો વડાપ્રધાન મોદીને સમર્થન આપી રહ્યા છે તો કેટલાક લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. કોગ્રેસે પોતાના સતાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી અનેક ટ્વિટ કરી કોરોના વિરુદ્ધ સરકારે ઉઠાવેલા સવાલો ઉઠાવ્યા હતા.
કોગ્રેસે વડાપ્રધાનની અપીલ પર નિશાન સાધવા માટે આઇસીયૂ બેડ્સ, વેન્ટિલેટર્સ, ટેસ્ટ કિટ અને મેડિકલ ઇક્વિપમેન્ટની અછતનો સહારો લીધો છે. કોગ્રેસે કહ્યુ કે, આ તમામ સવાલોથી વડાપ્રધાન મોદી છૂપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોગ્રેસે સવાલ કર્યો કે વારંવાર માંગ કરવામાં આવી રહી છે કે સ્વાસ્થ્યકર્મચારીઓને સારી સુવિધાઓ આપવામાં આવે પરંતુ સરકાર દ્ધારા સતત તેમને નજરઅંદાજ કરવામાં આવી રહી છે. આ લડાઇને લડનારા લોકો પ્રત્યે આ પ્રકારનું વલણ તેમના જીવનને ખતરામાં નાખી રહ્યું છે. સાથે સવાલ કર્યો હતો કે ડોક્ટર અને સ્વાસ્થ્યકર્મીઓ સુરક્ષા સાધનોના અભાવમાં સતત બીમાર પડી રહ્યા છે. સરકાર તેમને જરૂરી પીપીઇ ક્યારે ઉપલબ્ધ કરાવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement