શોધખોળ કરો
Advertisement
COVID-19: તમિલ ન્યૂઝ ચેનલના 25 કર્મચારીઓ કોરોના વાયરસથી સંક્રમિત, પ્રેસ કોન્ફરન્સ પર રોક લગાવાની કરી માંગ
સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, તમિલ ન્યૂઝ ચેનલના 90થી વધુ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમાંથી લગભગ 25 જેટલા લોકો સંક્રમિત છે. ચેનલ સાથે જોડાયેલા લોકોની ટેસ્ટિંગ રિપોર્ટ એકત્રિત કરવામાં આવી રહી છે.
નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસનો ખતરો સતત વધી રહ્યો છે. ત્યારે એક તમિલ ન્યૂઝ ચેનલમાં કામ કરતા પત્રકારો સહિત 25 જેટલા કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. પત્રકારો સંક્રમિત આવ્યા બાદ તમિલાનાડુની રાજકીય પાર્ટી પીએમકે એ સરકારને પ્રેસ કોન્ફરન્સ નહીં કરવાની સલાહ આપી છે. પીએમકેના સંસ્થાપક નેતા એસ. રામદોસે મંગળવારે મીડિયા સંગઠનોને આગ્રહ કર્યો કે તેઓ પોતાના કર્મચારીઓની રક્ષા કરે.
રામદોસે શહેરમાં ત્રણ પત્રકારો અને મુંબઈમાં 53 કોરોનોથી સંક્રમિત હોવાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, કોરોના વિરુદ્ધ આગળ વધીને મુકાબલો કરી રહેલા ડોક્ટર, નર્સ, સફાઈ કર્મચારી અને પોલીસકર્મીઓ આથે મીડિયાકર્મી પણ કોરોના વાયરસના ખતરાનો સામનો કરી રહ્યાં છે. પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવાની જગ્યા એ મીડિયા હાઉસને જાણકારી પ્રેસ એડવરટાઈઝમેન્ટ દ્વારા મોકલાવી જોઈએ. ચેનલોને વીડિયો ફૂટેજ સરકારી માહિતી જનસંપર્ક યૂનિટ દ્વારા ઉપલબ્ધ કરાવી શકાય છે.
સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, તમિલ ન્યૂઝ ચેનલના 90થી વધુ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમાંથી લગભગ 25 જેટલા લોકો સંક્રમિત છે. ચેનલ સાથે જોડાયેલા લોકોની ટેસ્ટિંગ રિપોર્ટ એકત્રિત કરવામાં આવી રહી છે. આ ઘટનાક્રમ શહેરમાં એક ટેલિવીઝન ચેનલ માટે કામ કરનાર એક પત્રકાર સહિત બે પત્રકારોના સંક્રમિત આવ્યા બાદ થયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion