શોધખોળ કરો
Advertisement
સંસદના શિયાળુ સત્રમાં નોટબેન મુદ્દે હંગામો થવાના અણસાર, સરકારે બોલાવી સર્વપક્ષીય બેઠક
નવી દિલ્લી: પીએમ મોદીએ નોટબંધીના નિર્ણયને કડક ચા માફક ગણાવ્યો છે. નોટબંધીને લઈને સરકારની લડાઈ હવે વિપક્ષ સામે સંસદમાં થશે. 16 નવેમ્બરથી શરૂ થતા શિયાળુ સત્રમાં વિપક્ષ સરકારને ઘેરવાની કોશિશ કરશે. પ્રધાનમંત્રીએ એનડીએની બેઠકમાં નિર્ણય કર્યો છે કે તે પાછા હટશે નહી અને જનતા સરકારના આ નિર્ણયથી ખૂશ છે.
નોટબંધીના નિર્ણય બાદ આમ જનતાની પડતી મુશ્કેલીને લઈને વિપક્ષ સરકાર સામે મોરચો ખાલવામાં છે. આ મોરચાની આગેવાની પશ્ર્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી કરી રહ્યા છે.
નોટબંધી વિરૂધ્ધમાં વિપક્ષનો સામનો કરવા માટે એનડીએ પણ એકજૂટ થયું છે. સોમવારે રાત્રે મળેલી એનડીએની બેઠકમાં પ્રધાનમંત્રીએ પોતાની સહયોગી દળોને નોટબંધી મુદ્દે જનતા તરફથી મળતા સર્મથન વિશે જણાવ્યું. શિવસેના અને અકાલીદળ બંનેએ મોદી સરકારના આ નિર્ણયના વખાણ કર્યા હતા. આ પહેલા શિવસેનાએ નોટબંધીના આ નિર્ણયને બેકાર ગણાવ્યો હતો.
સંસદના શિયાળુ સત્રના એક દિવસ પહેલા મોદી સરકારે તમામ દળોની બેઠક બોલાવી છે. જેમાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી ગૃહમંત્રી રાજનાથ સિંહ અને તમામ દળોના પ્રતિનિધિઓ સામેલ થશે. આ બેઠકમાં 500-1000ના નોટ પર બેન. પીઓકેમાં સૈન્યની કાર્યવાહી, કશ્મીર જીએસટી જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે.
કૉંગ્રેસે સોનિયા ગાંધીના નિવાસ સ્થાન 10 જનપથ પર બેઠક બોલાવી છે, જેમાં સરકારને સંસદમાં ધેરવાની રણનિતી તૈયાર કરવામાં આવશે. સોમવારે મળેલી બેઠકમાં સપા, બસપા, ડીએમકે, આમ આદમી પાર્ટી, બીજેડી જેવી પાર્ટીઓ બેઠકમાં હાજર નથી રહી, પરંતુ કૉંગ્રેસનો દાવો છે કે આજે મળનારી બેઠકમાં ધણી પાર્ટીઓ ઉપસ્થિત રહેશે.
સંસદમાં જીએસટી અને ત્રણ તલાક મુદ્દે પણ ચર્ચા થઈ શકે છે. પીટીઆઈ મુજબ જીએસટી સાથે જોડાયેલા કાનૂન તેમજ 15 નવા બિલ પણ રજૂ કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement