શોધખોળ કરો
Advertisement
Cyclone Amphan: પશ્ચિમ બંગાળમાં PM મોદીએ કરી એક હજાર કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત
વડાપ્રધાન મોદીએ બંગાળ માટે એક હજાર કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરી. તેની સાથે પીએમ મોદીએ કહ્યું કે, દુ:ખના સમયે કેન્દ્ર સરકાર પશ્ચિમ બંગાળ સાથે છે.
કોલકાતા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં અમ્ફાન વાવાઝોડાથી થયેલા નુકસાનની સમીક્ષા કરી હતી. આ એરફોર્સના હેલિકૉપ્ટરથી પીએમ મોદીએ અસરગ્રસ્ત વિસ્તાનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. મોદી સાથે મુખ્યમંત્રી મમતા બેનર્જી અને રાજ્યપાલ જગદીપ ધનકડ પણ હાજર હતા. તેના બાદ પીએમ મોદી, મમતા બેનર્જી સાથે બશીરહાટ પહોંચી અને સમીક્ષા બેઠક કરી હતી.
સમીક્ષા બેઠક બાદ વડાપ્રધાન મોદીએ બંગાળ માટે એક હજાર કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરી. આ સિવાય ચક્રવાતમાં જીવ ગુમાવનારના પરિવારને બે લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તને 50 હજાર રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે. તેની સાથે પીએમ મોદીએ કહ્યું કે, દુખના સમયે કેન્દ્ર સરકાર પશ્ચિમ બંગાળ સાથે છે.
પીએમ મોદીએ કહ્યું, “એક વર્ષ પહેલા પણ સાયક્લોન આવ્યું હતું. તે સમયે સૌથી મોટું નુકસાન ઓડિસાને થયું હતું. આજે એક વર્ષ બાદ ફરી આ વાવઝાડાએ ભારતના પૂર્વ વિસ્તારમાં પ્રભાવિત કર્યું છે. સૌથી વધુ અસર પશ્ચિમ બંગાળ પર છે. મારી સંવેદના તે તમામ સાથે છે જેમણે ચક્રાવતના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. લોકોને તમામ સંભવિત મદદ કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળીને કામ કરી રહ્યાં છે. ગવર્નર અને મુખ્યમંત્રી સાથે, એક હવાઈ નિરીક્ષણ કર્યું અને તેઓએ સ્થિતિ અંગે જાણકારી આપી છે. ”
તેઓએ કહ્યું કે, એક બાજુ આપણે કોરોના મહામારી સામે લડી રહ્યાં છે જ્યારે કેટલાક વિસ્તારમાં ચક્રવાતની સ્થિતિ છે. મહામારી સામે લડવા સામાજિક અંતર જરૂરી છે, જ્યારે ચક્રવાતથી બચવા લોકોએ સુરક્ષિત જગ્યાએ જવું પડે છે. આ પરિસ્થિતિમાં કેન્દ્ર પશ્ચિમ બંગાળ સાથે છે. આશા છે કે બંગાળ આ પરિસ્થિતિમાંથી બહાર આવી એકવાર ફરી ઉભુ થશે.
ભયાનક ચક્રાવાતના કારણે 80 લોકોનાં મોત થયા છે. દેશભરમાં લાગુ લોકડાઉન વચ્ચે પીએમ મોદી 83 દિવસ બાદ દિલ્હીની બહાર પ્રવાસ કર્યો છે. મમતા બેનર્જીએ પીએમ મોદીને વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરી અને નુકસાન થયેલા વિસ્તારને પુન:નિર્માણ માટે સહાય આપવાનો આગ્રહ કર્યો હતો.
વાવાઝોડાના કારણે ઓડિસાના દરિયા કિનારાના જિલ્લામાં વીજળી અને દૂરસંચાર સુવિધાઓને નુકસાન થયું છે. ઓડિસાના અધિકારીઓના આંકલન અનુસાર, ચક્રવાતથી લગભગ 44.8 લાખ લોકો પ્રભાવિત થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement