Cyclone Hamoon: ખતરનાક બન્યું ચક્રવાત તોફાન હામૂન, આ રાજ્યોમાં પડી શકે છે ભારે વરસાદ
બંગાળની ખાડીમાં વાવાઝોડુ હામૂન મજબૂત બની રહ્યું છે. જેના કારણે હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે.
Cyclone Hamoon Update: બંગાળની ખાડીમાં વાવાઝોડુ હામૂન મજબૂત બની રહ્યું છે. જેના કારણે હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે. એટલું જ નહીં, હવામાન વિભાગે લોકોને વાવાઝોડા વિશે અપડેટ રહેવા અને સત્તાવાર સલાહને અનુસરવા જણાવ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું કે બંગાળની ખાડી પર સર્જાયેલ વાવાઝોડુ હામૂન છેલ્લા 6 કલાકમાં 23 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તરપૂર્વ તરફ આગળ વધ્યું છે. તેની તીવ્રતા કેટલાક કલાકો સુધી રહેવાની શક્યતા છે. આ પછી તે ઉત્તર-પૂર્વ તરફ આગળ વધતી વખતે ધીરે ધીરે નબળી પડી જશે.
Alert: Cyclone 'Hamoon' Strengthens, Coastal Areas on High Alert Stay safe! Cyclone 'Hamoon' is getting stronger. Follow official advisories for updates and precautions. pic.twitter.com/jV4aDhbvRk
— India Meteorological Department (@Indiametdept) October 24, 2023
હામૂન 25 ઓક્ટોબરે બાંગ્લાદેશ પહોંચશે
હવામાન વિભાગે કહ્યું કે તે 25 ઓક્ટોબરની સાંજે ખેપુપારા અને ચિત્તાગોંગ વચ્ચે બાંગ્લાદેશના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે. આ સમયગાળા દરમિયાન અહીં લેન્ડફોલ થઈ શકે છે. ચક્રવાતી તોફાનની ઝડપ 65 થી 75 કિમી પ્રતિ કલાકની ઝડપે વધીને 85 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી જશે.
કેરળ અને તમિલનાડુમાં વરસાદ
આ સમય દરમિયાન ચક્રવાતી તોફાન હામૂનના કારણે કેરળ અને તમિલનાડુમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. અહીં 24 કલાકથી વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે ચક્રવાત મંગળવારે (24 ઓક્ટોબર) તીવ્ર બન્યું હતું. આગામી કેટલાક કલાકો સુધી તીવ્રતા જાળવી રાખશે અને પછી બાંગ્લાદેશમાં ટકરાશે.
નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમમાં વરસાદની શક્યતા
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આસામ, ત્રિપુરા, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમના દક્ષિણ ભાગોમાં આજે અને આવતીકાલે બુધવારે ભારે વરસાદ વરસવાની સંભાવના રહેલી છે. આ સમયગાળા દરમિયાન 40 થી 50 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. આ સિવાય કેરળ અને તમિલનાડુમાં આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
યમનના કિનારાને પાર કરી ગયું વાવાઝોડું
આ દરમિયાન અરબી સમુદ્રમાં ચક્રવાત 'તેજ' યમન અને ઓમાનના કિનારે પહોંચી ગયું છે. હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા અપડેટ મુજબ ચક્રવાતી તોફાન યમનના તટને પાર કરીને નબળું પડ્યું છે.
https://t.me/abpasmitaofficial