શોધખોળ કરો
Advertisement
આવતીકાલે 'નિવાર' વાવાઝોડુ તામિલનાડુમાં એન્ટ્રી કરશે, ખતરાને ધ્યાનમાં રાખીને NDRFની 6 ટીમો દરિયાકાંઠા વિસ્તારમાં ગોઠવાઇ
લેન્ડફૉલથી પહેલા 'નિવાર' વાવાઝોડુ મોટુ નુકશાન કરી શકે છે. જે સમયે તે ખતરા માટે એક્ટિવ થશે તે સમયે ચેન્નાઇથી ચક્રવાતી સિસ્ટમ લગભગ 250 કિલોમીટર દુર હશે
ચેન્નાઇઃ બંગાળની ખાડીની ઉપર બનેલો ઓછો દબાણ વાળો વિસ્તાર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઇ શકે છે. સંભાવના છે કે વાવાઝોડુ કાલે તામિલનાડુ અને પાંડુચેરીના દરિયાકાંઠાને પાર કરશે. આ વાવાઝોડાનુ નામ 'નિવાર' રાખવામાં આવ્યુ છે. ચોમાસુ 2020 બાદ બંગાળની ખાડીમાં ઉદભવેલુ આ પહેલુ વાવાઝોડુ છે. વાવાઝોડાના ખતરાને ધ્યાનમાં રાખીને ત્યાં એનડીઆરએફની છ ટીમો કુડ્ડાલોર અને ચિદમ્બરમાં ગોઠવી દેવામાં આવી છે.
લેન્ડફૉલથી પહેલા 'નિવાર' વાવાઝોડુ મોટુ નુકશાન કરી શકે છે. જે સમયે તે ખતરા માટે એક્ટિવ થશે તે સમયે ચેન્નાઇથી ચક્રવાતી સિસ્ટમ લગભગ 250 કિલોમીટર દુર હશે. બાદમાં વાવાઝોડુ આગળ વધતા તામિલનાડુના દરિયાકાંઠા તરફ જશે. આનાથી શ્રીલંકા પર લેન્ડફૉલ કરવાની કોશિશ નથી. 'નિવાર' વાવાઝોડુ 25 નવેમ્બરે કરાઇકલના ઉત્તરીય ભાગમાં પોડુંચેરીની નજીક ટકરાશે.
આ સિસ્ટમ ઝડપથી આગળ વધી રહી છે, અને આનુ સમદ્રી સફર પણ બહુ લાંબો છે જેના કારણે આ બહુ જલ્દી કમજોર પડશે, એટલે કે બીજા શબ્દોમાં કહીએ તો અતિ ભીષણ શ્રેણીમાં નહીં આવે. પૂર્વીય તટીય વિસ્તારો આજ સાંજથી આના દાયરામાં આવશે, અને ભારે પવન ફૂંકાશે સાથે સાથે વરસાદ પણ પડવાનો શરૂ થઇ જશે. જ્યારે આ ચક્રવાત ભીષણ શ્રેણીમાં આવશે ત્યારે એટલે કે 24 નવેમ્બરની રાત્રે અને 25 નવેમ્બરે બપોરે દરિયાકાંઠાના જિલ્લાઓમાં 'નિવાર' તાંડવ કરી શકે છે. આ પ્રક્રિયા થવાથી અહીં 36 કલાક સુધી ભયાનક હવામાનનો અનુભવ થઇ શકે છે. આ દરમિયાન કેટલીય જગ્યાએ નુકશાન પણ થઇ શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement