Cyclone Yaas : વાવાઝોડા ‘યાસ’થી ઓરિસ્સા અને બંગાળમાં ભારે નુકસાન
પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં વાવાઝોડા યાસના કારણે ભારે નુકસાન થયું છે. આઈએમડીના જણાવ્યા અનુસાર સવારે 9 વાગ્યાથી ચક્રવાતી વાવાઝોડું ફૂંકાવવાનું શરુ થયું હતું. બંગાળ અને ઓડિશાના મોટાભાગના જિલ્લાઓમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે.
પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં વાવાઝોડા યાસના કારણે ભારે નુકસાન થયું છે. આઈએમડીના જણાવ્યા અનુસાર સવારે 9 વાગ્યાથી ચક્રવાતી વાવાઝોડું ફૂંકાવવાનું શરુ થયું હતું. બંગાળ અને ઓડિશાના મોટાભાગના જિલ્લાઓમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. ઓડિશાના ચાંદીપુર અને બાલાસોર જિલ્લામાં વાવાઝોડા સાથે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. પશ્ચિમ બંગાળના પૂર્વી મિદનાપુરમાં શંકરપુર ગામમાં વાવાઝોડાના કારણે પાણી ભરાયા છે. વાવાઝોડા યાસના કારણે નદીમાં જળસ્તર વધતા પશ્ચિમ બંગાળના જિલ્લા પૂર્વ મેદિનીપુર અને દક્ષિણ 24 પરગનાના ઘણા વિસ્તારોમાં બુધવારે પાણી ભરાયા હતા.
બંગાળમાં આશરે 1 કરોડ લોકો પ્રભાવિત થયા- મમતા બેનર્જી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે 15 લાખથી વધારે લોકો સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. તેમને સુરક્ષિત જગ્યા પર પહોંચાડી દેવામાં આવ્યા છે. ચક્રવાત યાસના કારણે વાતાવરણ ખૂબ જ ખરાબ છે. બંગાળમાં આશરે એક કરોડ લોકો પ્રભાવિત થયા છે.
વાવાઝોડા યાસના કારણે નદીમાં જળસ્તર વધતા પશ્ચિમ બંગાળના જિલ્લા પૂર્વ મેદિનીપુર અને દક્ષિણ 24 પરગનાના ઘણા વિસ્તારોમાં બુધવારે પાણી ભરાયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે જળસ્તર વધવાના કારણે ઘણા જિલ્લાઓ અને ગામડાઓમાં પાણી ભરાયા છે. વિદ્યાધારી, હુગલી અને રુપનારાયણ સહિત ઘણી નદીઓના જળસ્તર વધ્યા છે.
બંગાળની ખાડીમાં ઉઠેલા ચક્રવાતી તોફાન યાસની અસર ઓડિશા અને પશ્ચિમ બંગાળના તટીય વિસ્તારમાં જોવા મળી છે. દરિયો તોફાને ચઢ્યો છે. આકાશમાં વાદળો છવાયા છે. આના અનેક વીડિયો સામે આવ્યા છે. જે લોકોને ડરાવાની સાથે રોમાંચિત કરી રહ્યા છે.
હવામાન વિભાગે બિહારમાં આગામી ૨-૩ દિવસ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ૨૭ અને ૨૮મેના રોજ અહીં ભારે વરસાદની સંભાવના છે. તે જ સસમયે ઝારખંડમાં યાસ તોફાન અંગે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ૨-૩ દિવસ ભારે વરસાદ સાથે રાજ્યના દક્ષિણ અને મધ્ય વિસ્તારોમાં વાવાઝોડા સાથે મુશળધાર વરસાદ વરસી શકે છે. પૂર્વ સિંધભૂમ અને રાંચી જિલ્લામાં પણ એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે.