Corbevax: DCGIએ 5-18 વર્ષના બાળકો પર બાયોલિજિકલ ઈ-વેક્સિનના ક્લીનિકલ ટ્રાયલને મંજૂરી આપી
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રસીના 300 મિલિયન ડોઝ માટે બાયોલિજિકલ ઇ સાથે કરાર કર્યો છે.
ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI) એ બુધવારે હૈદરાબાદ સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની બાયોલોજિકલ E લિમિટેડને 5 થી 18 વર્ષની વય જૂથના બાળકો પર તેના દ્વારા ઉત્પાદિત સ્વદેશી COVID-19 રસીના તબક્કા 2/3 ક્લિનિકલ ટ્રાયલ કરવાની મંજૂરી આપી છે. અમુક શરતો સાથે આ મંજૂરી આપવામાં આવી છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈએ સૂત્રોને ટાંકીને કહ્યું કે બાયોલોજીકલ ઈ લિમિટેડની 'કોર્બેવેક્સ' રસીનું ક્લિનિકલ ટ્રાયલ દેશમાં 10 સ્થળોએ કરવામાં આવશે.
રસીના ફેઝ 2/3 ક્લિનિકલ ટ્રાયલનો હેતુ બાળકો અને કિશોરોમાં તેની સલામતી અને અસરકારકતા ઉપરાંત તે કેટલી એન્ટિબોડીઝ વિકસે છે તે શોધવાનો છે. કોવિડ-19 પર વિષય નિષ્ણાત સમિતિ (SEC) ની ભલામણોના આધારે DCGI દ્વારા રસીના ક્લિનિકલ ટ્રાયલને મંજૂરી આપવામાં આવી છો. કેન્દ્ર સરકાર તરફથી બાયોલોજિકલ ઈને લગભગ 100 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે અને આ રસી આગામી કેટલાક મહિનાઓમાં ઉપલબ્ધ થવાની અપેક્ષા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રસીના 300 મિલિયન ડોઝ માટે બાયોલિજિકલ ઇ સાથે કરાર કર્યો છે. કંપની આ રસી ઓગસ્ટ અને ડિસેમ્બર 2021ની વચ્ચે બનાવશે. આ માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બાયોલિજિકલ ઈને 1500 કરોડ રૂપિયાની એડવાન્સ ચુકવણી કરી છે.
Zycov-Dને ઇમરજન્સી ઉપોયગ માટે મંજૂરી
અત્યાર સુધી DCGI એ Zycov-D ને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. આ રસી ઝાયડસ કેડિલાએ ડેવલપ કરી છે. આ 12 થી 18 વર્ષની વયના લોકો માટે દેશમાં ઉપલબ્ધ પ્રથમ COVID-19 રસી છે.
દરમિયાન, ભારત બાયોટેક દ્વારા બે થી 18 વર્ષની વય જૂથ માટે વિકસાવવામાં આવી રહેલી રસીના બીજા/ત્રીજા તબક્કાના ડેટા હજુ વિચારણા હેઠળ છે. જુલાઇમાં સેન્ટ્રલ ડ્રગ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની એક નિષ્ણાત સમિતિએ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII) ને અમુક શરતોને આધિન 2 થી 17 વર્ષની વયના બાળકો પર 'કોવોવેક્સ' રસીના બીજા અને ત્રીજા તબક્કાના ટ્રાયલને મંજૂરી આપવાની ભલામણ કરી હતી. .