શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
લોકડાઉન ખત્મ થયા બાદ સ્કૂલ-કોલેજ શરૂ થશે?HRD મંત્રીએ શું આપ્યો જવાબ
તેમણે કહ્યું કે, કોરોના વાયરસ સંકટ પર સ્થિતિની 14 એપ્રિલના રોજ સમીક્ષા કર્યા બાદ સરકાર કોઇ નિર્ણય પર પહોંચશે
નવી દિલ્હીઃ કેન્દ્રિય માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ ‘નિશંક’એ કહ્યું કે, દેશની શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરવાનો નિર્ણય 14 એપ્રિલ બાદ લેવામાં આવશે. જો સ્કૂલ, કોલેજો આગામી સમયમાં પણ બંધ રાખવી પડશે તો મંત્રાલય એ સુનિશ્વિત કરશે તે વિદ્યાર્થીઓને નુકસાન ન પહોંચે.તેમણે કહ્યું કે, કોરોના વાયરસ સંકટ પર સ્થિતિની 14 એપ્રિલના રોજ સમીક્ષા કર્યા બાદ સરકાર કોઇ નિર્ણય પર પહોંચશે. વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોની સુરક્ષા સર્વોપરિ છે.
તેમણે કહ્યું કે, હાલમાં કોઇ નિર્ણય લેવો મુશ્કેલ છે. અમે 14 એપ્રિલની સ્થિતિની સમીક્ષા કરીશું અને પરિસ્થિતિ અનુસાર નિર્ણય લેવામાં આવશે કે સ્કૂલ-કોલેજો ફરીથી શરૂ કરી શકાશે કે નહીં. દેશમાં 34 કરોડ વિદ્યાર્થીઓ છે જે અમેરિકન વસ્તી કરતા વધુ છે. તે આપણી સૌથી મોટી સંપત્તિ છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સુરક્ષા સર્વોપરિ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
બિઝનેસ
દુનિયા
સ્પોર્ટ્સ
Advertisement
gujarati.abplive.com
Opinion