શોધખોળ કરો

Defamation Case: રાહુલ ગાંધી વિરુદ્ધ વધુ એક માનહાનિ કેસમાં સુનાવણી શરૂ, RSS પર કરી હતી ટિપ્પણી

રાહુલ ગાંધીના વકીલોએ આ કેસમાં તેમના વતી હાજર થનારા વકીલોના નામ સાથે એફિડેવિટ દાખલ કરી હતી

Rahul Gandhi Defamation Case:  કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ અન્ય એક માનહાનિના કેસમાં શનિવારે (3 જૂન) મહારાષ્ટ્રની ભિવંડી કોર્ટમાં સુનાવણી શરૂ થઈ. મહાત્મા ગાંધીની હત્યા માટે આરએસએસને જવાબદાર ઠેરવતું નિવેદન આપવા બદલ રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. પૂર્વ સાંસદ રાહુલ ગાંધી હાલ અમેરિકાના પ્રવાસે છે.

રાહુલ ગાંધીના વકીલોએ આ કેસમાં તેમના વતી હાજર થનારા વકીલોના નામ સાથે એફિડેવિટ દાખલ કરી હતી. કેસની સુનાવણીના પહેલા દિવસે કોર્ટે ફરિયાદી રાજેશ કુંટેનું નિવેદન નોંધ્યું હતું. શનિવારે સુનાવણી દરમિયાન ફરિયાદીએ કોર્ટમાં કોંગ્રેસના નેતાના ભાષણની ડીવીડી પણ રજૂ કરી હતી.

રાહુલ ગાંધી પર આ આરોપો છે

ફરિયાદી કુંટેના વકીલે પુરાવા તરીકે સાત નવા દસ્તાવેજો પણ રજૂ કર્યા હતા, પરંતુ રાહુલ ગાંધીના વકીલ એડવોકેટ નારાયણ ઐય્યરે વાંધો ઉઠાવ્યો હતો કે તેમને કોપી આપવામાં આવી ન હતી. ત્યારબાદ ફરિયાદીના વકીલે તેમને કોપી આપી હતી. આરએસએસ કાર્યકર રાજેશ કુંટેએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આરએસએસને મહાત્મા ગાંધીની હત્યા સાથે જોડીને બદનામ કરવાનો આરોપ લગાવ્યો છે.

2014માં એક રેલીમાં રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર મહાત્મા ગાંધીની હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવતું નિવેદન આપ્યું હતું. જેને લઇને રાજેશ કુંટેએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે કે આ નિવેદન ખોટું છે અને આરએસએસની છબીને કલંકિત કરે છે.

માનહાનિના અન્ય એક કેસમાં સજા મળી છે

અગાઉ માર્ચ મહિનામાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને ગુજરાતની સુરતની કોર્ટે માનહાનિના અન્ય એક કેસમાં 2 વર્ષની સજા ફટકારી હતી. આ પછી તેમનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. કોર્ટે કોંગ્રેસ નેતાને 13 એપ્રિલ, 2019ના રોજ એક ચૂંટણી રેલીમાં 'મોદી સરનેમ' અંગે કરેલી ટિપ્પણીના સંદર્ભમાં સજા સંભળાવી હતી.

'2024 માં વિપક્ષ ભાજપને હરાવશે, પરિણામો લોકોને ચોંકાવશે', રાહુલ ગાંધીનો અમેરિકામાં મોટો દાવો

Rahul Gandhi in America: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે છે અને તેઓ સતત ભાજપ પર પ્રહાર કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ વોશિંગ્ટનમાં નેશનલ પ્રેસ ક્લબમાં અનેક સવાલોના જવાબ આપ્યા અને આગામી વર્ષની લોકસભાની ચૂંટણીમાં ભાજપને સત્તા પરથી હટાવવા માટે વિપક્ષો એક સાથે આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે  મને લાગે છે કે કોંગ્રેસ પાર્ટી 2024ની લોકસભા ચૂંટણીમાં ખૂબ જ સારો દેખાવ કરશે અને લોકોને ચોંકાવશે.  વિપક્ષ પોતાના દમ પર એકલા જ ભાજપને હરાવી દેશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
Gujarat Rain: વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી, આ જિલ્લાઓમાં ભુક્કા બોલાવશે વરસાદ  
Gujarat Rain: વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી, આ જિલ્લાઓમાં ભુક્કા બોલાવશે વરસાદ  
Embed widget