શોધખોળ કરો
5100 કરોડ રૂપિયાના સૈન્ય ઉપકરણો ખરીદવા રક્ષામંત્રાલયે આપી મંજૂરી, 6 સબમરીનના નિર્માણને પણ લીલી ઝંડી
રક્ષામંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં ડિફેન્સ એક્વિઝિશન(DAC)ની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં પ્રમુખ રક્ષા અધ્યક્ષ બિપિન રાવત અને અન્ય મુખ્ય અધિકારીઓ હાજર રહ્યાં હતાં.

નવી દિલ્હી: રક્ષા મંત્રાલયે સ્વદેશી માધ્યમોથી 5100 કરોડ રૂપિયાના ખર્ચે સૈન્ય ઉપકરણો ખરીદવા માટે મંગળવારે મંજૂરી આપી દીધી છે. તેની સાથે નૌસેના માટે ભારતમાં છ સબમરિનના નિર્માણ માટે પણ લીલી ઝંડી આપી દીધી છે. રક્ષામંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં ડિફેન્સ એક્વિઝિશન(DAC)ની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં પ્રમુખ રક્ષા અધ્યક્ષ બિપિન રાવત અને અન્ય મુખ્ય અધિકારીઓ હાજર રહ્યાં હતાં. રક્ષા મંત્રાલયે કહ્યું કે, “ડીએસીએ સ્વદેશી સ્ત્રોતો પાસેથી 5100 કરોડ રૂપિયાના સૈન્ય સાધન સામગ્રી ખરીદવા માટે મંજૂરી આપી દીધી છે. તેમાં સેના માટે ડીઆરડીઓ દ્વારા ડિઝાઈન અને ભારતીય ઉદ્યોગ દ્વારા સ્થાનીક લેવલે નિર્માણ કરવામાં આવેલી અત્યાધુનિક ઇલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલીઓ સામેલ છે.” DACએ અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેમાં ઈન્ડિયન સ્ટ્રેટેજિક પાર્ટનર્સ (SP) અને પોટેન્શિયલ ઓરિજિલન ઈક્વિપ્મેન્ટ મેન્યુફેક્ચરર્સ OEMની પસંદીને મંજૂરી આપી દીધી છે. જે વ્યૂહાત્મક ભાગીદારીના મોડેલ હેઠળ ભારતમાં 6 પારંપારિક સબમરીનનું નિર્માણ કરશે. આ મૉડલ હેઠળની પસંદગી ખાનગી કંપનીઓને ઓઈએમ સાથે ભાગીદારીમાં ભારતમાં સબમરીન અને લડાકુ વિમાન જેવા સૈન્ય ઉપકરણોના નિર્માણ માટે ઉતારવામાં આવી રહી છે.
વધુ વાંચો





















