શોધખોળ કરો

Lockdown: દેશના આ રાજ્યમાં 55 કલાકના ‘લોકડાઉન’નો પ્રારંભ, હવે લોકો સોમવારે સવારે જ બહાર નિકળી શકશે

Delhi Curfew: દિલ્હી સરકારે કરફ્યુના કડક અમલ માટે પૂરતી વ્યવસ્થાનો દાવો પણ કર્યો છેર. અધિકારીઓએ જણાવ્યું હતું કે,  ટ્રેન અથવા પ્લેનમાં મુસાફરી કરવા જઈ રહ્યુ હોય તો તેમની પાસે ટિકિટ હોવી આવશ્યક છે.

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને વીક-એન્ડ કરફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો છે. શુક્રવારે રાતથી લાગુ કરાયેલો આ કરફ્યુ સોમવારે સવાર સુધી અમલી રહેશે. આ સમય દરમિયાન લગાવાયેલાં કડક નિયંત્રણોના કારણે લોકો તેને 55 કલાકનું લોકડાઉન જ ગણાવી રહ્યા છે.

કરફ્યુના 55 કલાક માટે લોકોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. ઓમિક્રોન વેરિઅન્ટના ફેલાવાને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે આ અઠવાડિયે મંગળવારે વીકએન્ડ કરફ્યુની જાહેરાત કરી હતી.

અધિકારીઓએ જણાવ્યું કે, ઈમરજન્સીમાં જ લોકોને પોતાના ઘરમાંથી બહાર નીકળવાની પરવાનગી મળશે. બહાર નીકળનારાઓએ સરકાર દ્વારા જારી કરાયેલ ઈ-પાસ અથવા માન્ય ઓળખ કાર્ડ રજૂ કરવું પડશે. અધિકારીઓએ જણાવ્યું કે, બજારો, રસ્તા, કોલોનીઝ અને બીજા સાર્વજનિક સ્થળો પર કડક દેખરેખ રહેશે.  જો જરૂર પડશે તો એન્ફોર્સમેન્ટ સ્ક્વોડની સંખ્યા પણ વધારવામાં આવશે. કોઈને અગત્યના કામ માટે બહાર જવાનું હોય અને મુક્તિ આપવામાં આવેલ કેટેગરીમાં ન આવે તો તેણે દિલ્હી સરકાર દ્વારા આપવામાં આવેલ ઈ-પાસ લેવો પડશે.

દિલ્હી સરકારે કરફ્યુના કડક અમલ માટે પૂરતી વ્યવસ્થાનો દાવો પણ કર્યો છેરે અધિકારીઓએ જણાવ્યું હતું કે,  આ સમય દરમિયાન કોઈ ટ્રેન અથવા પ્લેનમાં મુસાફરી કરવા જઈ રહ્યુ હોય તો તેમની પાસે ટિકિટ હોવી આવશ્યક છે. અધિકારીઓએ જણાવ્યું કે, દિલ્હીમાં કરફ્યુનો અમલ કરવા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે કે જેથી કોરોના વાયરસના પ્રસારને રોકી શકાય.

કરફ્યુ દરમિયાન આવશ્યક સેવાઓમાં છૂટ આપવામાં આવી છે. ન્યાયાધીશો, ન્યાયિક અધિકારીઓ, અદાલતના કર્મચારીઓ, પત્રકારો અને વકીલોને પણ માન્ય ઓળખ પત્ર, સેવા આઈડી કાર્ડ, ફોટો પ્રવેશ પાસ અને અદાલત પ્રશાસન દ્વારા જારી મંજૂરી પત્ર બતાવ્યા બાદ યાત્રા કરવાની પરવાનગી મળશે. બીઆ સિવાય  ખાનગી તબીબી કર્મચારીઓ જેમ કે ડોકટરો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિક્સ અને હોસ્પિટલો, નિદાન કેન્દ્રો, પરીક્ષણ પ્રયોગશાળાઓ, ક્લિનિક્સ, ફાર્મસીઓ, ફાર્માસ્યુટિકલ કંપનીઓ અને માન્ય ઓળખ કાર્ડ બતાવીને તબીબી ઓક્સિજન સપ્લાયરો જઈ શકશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય, આ તારીખથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે
ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય, આ તારીખથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે
વરસાદ છોડો આ 14 રાજ્યોમાં હીટવેવ ભુક્કા બોલાવશે, આકરી ગરમીમાં શેકાવાની હવામાન વિભાગની આગાહી
વરસાદ છોડો આ 14 રાજ્યોમાં હીટવેવ ભુક્કા બોલાવશે, આકરી ગરમીમાં શેકાવાની હવામાન વિભાગની આગાહી
આજે રાજ્યનાં 25 જીલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, 30થી 40 કિમીએ પવન ફુંકાશે
આજે રાજ્યનાં 25 જીલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, 30થી 40 કિમીએ પવન ફુંકાશે
ટીમ ઈન્ડિયાનું T20 વર્લ્ડ કપ ચેમ્પિયન બનવું નિશ્ચિત છે! 17 વર્ષ પછી ફરી બન્યો આ સંયોગ
ટીમ ઈન્ડિયાનું T20 વર્લ્ડ કપ ચેમ્પિયન બનવું નિશ્ચિત છે! 17 વર્ષ પછી ફરી બન્યો આ સંયોગ
Advertisement
metaverse

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | પેટા કોન્ટ્રાક્ટનું કાળચક્રHu to Bolish | હું તો બોલીશ | કોંગ્રેસ જીવતી થઈ?Rajkot TRP Game Zone | Congress Protest | રાજકોટ આગકાંડને લઈને કોંગ્રેસનું જોરદાર વિરોધ પ્રદર્શનRajkot TRP Game Zone | Congress Protest | CP ઓફિસમાં એન્ટ્રી ન મળતા ઉકળી ઉઠ્યા લલિત કગથરા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય, આ તારીખથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે
ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય, આ તારીખથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે
વરસાદ છોડો આ 14 રાજ્યોમાં હીટવેવ ભુક્કા બોલાવશે, આકરી ગરમીમાં શેકાવાની હવામાન વિભાગની આગાહી
વરસાદ છોડો આ 14 રાજ્યોમાં હીટવેવ ભુક્કા બોલાવશે, આકરી ગરમીમાં શેકાવાની હવામાન વિભાગની આગાહી
આજે રાજ્યનાં 25 જીલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, 30થી 40 કિમીએ પવન ફુંકાશે
આજે રાજ્યનાં 25 જીલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, 30થી 40 કિમીએ પવન ફુંકાશે
ટીમ ઈન્ડિયાનું T20 વર્લ્ડ કપ ચેમ્પિયન બનવું નિશ્ચિત છે! 17 વર્ષ પછી ફરી બન્યો આ સંયોગ
ટીમ ઈન્ડિયાનું T20 વર્લ્ડ કપ ચેમ્પિયન બનવું નિશ્ચિત છે! 17 વર્ષ પછી ફરી બન્યો આ સંયોગ
કાળઝાળ ગરમી વચ્ચે આગામી 4-5 દિવસમાં આ વિસ્તારમાં ત્રાટકશે ચોમાસું, હવામાન વિભાગની મોટી આગાહી
કાળઝાળ ગરમી વચ્ચે આગામી 4-5 દિવસમાં આ વિસ્તારમાં ત્રાટકશે ચોમાસું, હવામાન વિભાગની મોટી આગાહી
Euro 2024 spain vs Croatia: યુરો 2024માં સ્પેનની ધમાકેદાર શરૂઆત, ક્રોએશિયાને 3-0થી હરાવ્યું
Euro 2024 spain vs Croatia: યુરો 2024માં સ્પેનની ધમાકેદાર શરૂઆત, ક્રોએશિયાને 3-0થી હરાવ્યું
ભાડા પર મકાન લેતી વખતે આ ત્રણ કામ પહેલા કરી લેવા જોઈએ, નહીં તો પછી મુશ્કેલી થશે
ભાડા પર મકાન લેતી વખતે આ ત્રણ કામ પહેલા કરી લેવા જોઈએ, નહીં તો પછી મુશ્કેલી થશે
Indian railway: શું ભારતીય રેલ્વે જનરલ કોચ નાબૂદ કરવા જઈ રહી છે? રેલવે મંત્રીએ કહી આ વાત
Indian railway: શું ભારતીય રેલ્વે જનરલ કોચ નાબૂદ કરવા જઈ રહી છે? રેલવે મંત્રીએ કહી આ વાત
Embed widget