શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
16 ફેબ્રુઆરીએ ત્રીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે કેજરીવાલ, રામલીલા મેદાનમાં યોજાશે સમારોહ
70 વિધાનસભા સીટોમાંથી આમ આદમી પાર્ટીને 62 અને ભાજપને 8 સીટ મળી છે.
નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી ચાર દિવસ બાદ એટલે કે 16 ફેબ્રુઆરીએ ત્રીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે. આજે અરવિંદ કેજરીવાલે ધારાસભ્ય દળના નેતા પસંદ કરવામાં આવશે. આ ચૂંટમીમાં આમ આદમી પાર્ટીએ લગભગ 2015 જેવું પ્રદર્શન ફરી કરતાં 62 સીટ મેળવી છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર, સીએમ કેજરીવાલનો શપથ ગ્રહણ સમારોહ દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાશે. આ શપથ ગ્રહણ સમારોહમાં કેજરીવાલના સાથે અનેક ધારાસભ્ય પણ મંત્રિપદના શપથ લઈ શકે છે. હાલમાં એ સ્પષ્ટ નથી કે સમારોહમાં કઈ-કઇ હસ્તિઓને આમંત્રણ મોકલવામાં આવશે.
ગઈકાલે પાર્ટીની જીતથી ઉત્સાહિત કેજરીવાલે કહ્યું હતું, ‘આ જીત મારી જીત નથી આ દિલ્હીના લોકોની જીત છે. આ એવા દરેક પરિવારની જીત છે જેણે મને દીકરો માનીને આટલું સમર્થન કર્યું. આ એ દરેક પરિવારની જીત છે જેને ઘરમાં 24 કલાક વીજળી મળે છે. આ એ દરેક પરિવારની જીત છે, જેમની દિલ્હીની હોસ્પિટલોમાં સારી સારવાર મળવા લાગી છે.’ જણાવીએ કે, આમ આદમી પાર્ટીની જીત બાદ પીએમ મોદી, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાધી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સહિત નાના મોટા નેતાઓએ અરવિંદ કેજરીવાલને અભિનંદન પાઠવ્યા છે.Aam Aadmi Party (AAP) chief Arvind Kejriwal to take oath as the Chief Minister of Delhi on 16th February, at Ramlila Maidan. pic.twitter.com/gABczDBoCw
— ANI (@ANI) February 12, 2020
નોંધનીય છે કે, 70 વિધાનસભા સીટોમાંથી આમ આદમી પાર્ટીને 62 અને ભાજપને 8 સીટ મળી છે. જ્યારે કોંગ્રેસ 2015ની ચૂંટમી જેમ જ આ વખતે પણ ખાતું ખોલી શકી ન હતી. વર્ષ 2015 ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 67 અને ભાજપને 3 સીટ મળી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion