શોધખોળ કરો
દિલ્હી: કોરોના વાયરસથી બચવા માટે આર્ય સમાજ દ્વારા વૈદિક પદ્ધતિથી યજ્ઞ
કોરોના વાયરસથી બચવા માટે આર્ય સમાજ દ્વારા વૈદિક પદ્ધતિથી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
![દિલ્હી: કોરોના વાયરસથી બચવા માટે આર્ય સમાજ દ્વારા વૈદિક પદ્ધતિથી યજ્ઞ Delhi Arya samaj performed the yajna in the vedic method to protect against corona virus દિલ્હી: કોરોના વાયરસથી બચવા માટે આર્ય સમાજ દ્વારા વૈદિક પદ્ધતિથી યજ્ઞ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/03/05212759/Corona-delhi.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: દુનિયાભરમાં ખતરનાક કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. ભારતમાં પણ કોરોના વાયરસના 25 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. કોરોના વાયરસથી બચવા માટે આર્ય સમાજ દ્વારા વૈદિક પદ્ધતિથી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
મીડિયા રીર્પોટસના અનુસાર આર્યસમાજના મીડિયા પ્રભારી સંતોષ આર્યએ કહ્યું કે કોરોના વાયરસથી બચવા માટે કપુર, નીમ, તુલસી સહિત ઔષધિયુકત હવન સામગ્રીનો યજ્ઞ કરવો જોઇએ. આ દિવસો ચીન સહિત અન્ય દેશોમાં કોરોના વારસનો ખતરો ચિંતાનો વિષય બન્યો છે. ભારતમાં આનો ફેલાવો ન થાય તે માટે ભાત ભાતના ઉપાય કરવામાં આવે છે.
સંતોષ આર્યએ જણાવ્યું કે બુધવારના આયોજીત યજ્ઞ દરમ્યાન કપૂર, તુલસી, કરાંજગીરી, ગિલોય, કુટકી નામની નિમોલીનુ મિશ્રણ બનાવી ઔષધિયુકત સામગ્રીથી હવન કરવામાં આવ્યું હતું. આ વિશેષ ઔષધિયુકત હવન સામગ્રીથી યજ્ઞ કરવાથી વાઇરસ, ડેંગ્યુ, સ્વાઇનફલુ સહીત શ્વાસ સંબંધિત બિમારીઓમાં રોક લગાવી શકાય છે.
ગાયનુ ઘી, આંબાની લાકડી સાથે યજ્ઞ કરવામા આવે તો વાયુ મંડળથી ફેલાનારી બિમારીઓને રોકી શકાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)