શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મનીષ સિસોદિયાએ પટપડગંજ બેઠક પરથી ભર્યુ ઉમેદવારી ફોર્મ, કહ્યું-તમામ બેઠકો પર જીત મેળવીશુ
મનીષ સિસોદિયાએ પટપડગંજ બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ તેમણે કહ્યું આમ આદમી પાર્ટી તમામ 70 બેઠકો પર ફરી એક વખત જીત મેળવશે.
નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020માં ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. આજે દિલ્હીના શિક્ષણમંત્રી અને દિલ્હી સરકારમાં નંબર બે મનીષ સિસોદિયાએ પટપડગંજ બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ તેમણે કહ્યું આમ આદમી પાર્ટી તમામ 70 બેઠકો પર ફરી એક વખત જીત મેળવશે. ઉમેદવારી ફોર્મ ભર્યા પહેલા તેમણે ટ્વિટ કરી જનતાનો સાથ માંગ્યો હતો. તેમણે જનતાને અપીલ કરી હતી કે ઉમેદવારી ફોર્મ ભરવામાં મોટી સંખ્યમાં સામેલ થઈ આમ આદમી પાર્ટીને આર્શીવાદ આપો.
મીડિયારિપોર્ટ્સ અનુસાર શુક્રવારે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના મુખિયા અરવિંદ કેજરીવાલ ઉમેદવારી ફોર્મ ભરી શકે છે. દિલ્હીમાં આ વખતે આઠ ફેબ્રુઆરીના મતદાન છે. 11 ફેબ્રુઆરીના ચૂંટણીના પરિણામ આવશે.
દિલ્હી વિધાનસભા ચૂંટણીનું નોટિફિકેશન 14 જાન્યુઆરીએ બહાર પડશે. ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ 21 જાન્યુઆરી છે. 24 જાન્યુઆરી સુધીમાં ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે. આ વખતે કુલ 1,46,92,136 વોટર્સ મતાધિકારનો ઉપયોગ કરશે. વોટિંગ માટે 13,750 પોલિંગ સ્ટેશન બનાવાશે. દિલ્હીમાં 2869 જગ્યા પર વોટિંગ થશે. આ વખતે 80 વર્ષથી વધુની વયના મતદારો પોસ્ટલ બેલેટથી વોટ આપી શકશે. 8 ફેબ્રુઆરીએ વોટિંગ થશે અને 11 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
સુરત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion