શોધખોળ કરો
Advertisement
દિલ્હી ચૂંટણીઃ સોનિયા ગાંધીનો આદેશ, તમામ સીનિયર નેતા લડે વિધાનસભા ચૂંટણી
બેઠકમાં અજય માકન, જેપી અગ્રવાલ, અરવિંદર સિંહ લવલી, રાજેશ લિલોઠિયા અને નસીબ સિંહ હાજર હતા. દિલ્હીની 70 સીટો માટે એક જ તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાશે.
નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ દિલ્હી કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને વિધાનસભા ચૂંટણી લડવાનો આદેશ આપ્યો છે. સોમવારે સાંજે સોનિયા ગાંધીએ લોકસભા ચૂંટણી લડેલા નેતાઓની બેઠક બોલાવી હતી, જેમાં આદેશ આપવામાં આવ્યો હતો. આ બેઠકમાં દિલ્હી કોંગ્રેસના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ રાજેશ લિલોઠિયાએ સોનિયા ગાંધી સામે પ્રસ્તાવ રાખ્યો કે તેઓ મુખ્યમંત્રી કેજરીવાલ સામે લડવા માંગે છે.
દિલ્હી કોંગ્રેસના અનેક વરિષ્ઠ નેતા વિધાનસભા ચૂંટણી લડવા નહોતા માંગતા. તેમની આ વાત પાર્ટીના ટોતના નેતાઓને પસંદ પડ્યુ નથી. પાર્ટીનું હાઇકમાન્ડ કોંગ્રેસ મકક્મ મુકાબલો કરે તેમ ઈચ્છે છે. તેથી મોટા નેતાઓ ખાસ કરીને લોકસભા ચૂંટણી લડેલા નેતાઓને વિધાનસભા ચૂંટણી લડવાનો નિર્દેશ આપ્યો છે.
બેઠકમાં અજય માકન, જેપી અગ્રવાલ, અરવિંદર સિંહ લવલી, રાજેશ લિલોઠિયા અને નસીબ સિંહ હાજર હતા. દિલ્હીની 70 સીટો માટે એક જ તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાશે. 8 ફેબ્રુઆરીએ વોટિંગ અને 11 ફેબ્રુઆરીએ મત ગણતરી કરવામાં આવશે.
દિલ્હી ચૂંટણી 2020ની ખાસ વાતો
દિલ્હી વિધાનસભા ચૂંટણીનું નોટિફિકેશન 14 જાન્યુઆરીએ બહાર પડશે. ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ 21 જાન્યુઆરી છે. 24 જાન્યુઆરી સુધીમાં ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે. આ વખતે કુલ 1,46,92,136 વોટર્સ મતાધિકારનો ઉપયોગ કરશે. વોટિંગ માટે 13,750 પોલિંગ સ્ટેશન બનાવાશે. દિલ્હીમાં 2869 જગ્યા પર વોટિંગ થશે. આ વખતે 80 વર્ષથી વધુની વયના મતદારો પોસ્ટલ બેલેટથી વોટ આપી શકશે. 8 ફેબ્રુઆરીએ વોટિંગ થશે અને 11 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion