(Source: ECI/ABP News/ABP Majha)
Delhi: જાણીતી ક્લબમાં થઈ બબાલ, યુવતીએ બાઉન્સરોએ કપડાં ફાડ્યાનો લગાવ્યો આરોપ ને પછી.....
Delhi News: પોલીસના જણાવ્યા અનુસાર, 24 વર્ષીય પીડિતા સાઉથ એક્સ પાર્ટ-2માં પરિવાર સાથે રહે છે. આ ઘટના 17 સપ્ટેમ્બરની મોડી રાત્રે 1 વાગ્યે બની હતી. યુવતી તેના મિત્ર સાથે ક્લબમાં ગઈ હતી
Delhi Crime News: સાઉથ દિલ્હીના સાઉથ એક્સટેન્શનમાં આવેલી ક્લબમાં એન્ટ્રીને લઈને 24 વર્ષની યુવતી અને તેના મિત્ર પર હુમલો કરવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ક્લબના ગેટ પર મેનેજર, બાઉન્સર અને સિક્યુરિટી હેડે આ ઘટનાને અંજામ આપ્યો હોવાનો આરોપ છે. પીડિતાએ આ અંગે પોલીસને જાણ કરી, ત્યારબાદ કોટલા મુબારકપુર પોલીસ સ્ટેશને છેડતી, મારપીટ, દુષ્કર્મ સહિત અન્ય કલમો હેઠળ કેસ નોંધ્યો છે.
શુક્રવારે પણ ક્લબમાં ઘોંઘાટ અને મોટા અવાજે સંગીતની ફરિયાદ મળતાં પોલીસે શાંતિ ભંગ કરવાનો વધુ એક કેસ નોંધ્યો હતો અને સાત લોકોની ધરપકડ કરી હતી. ક્લબની મ્યુઝિક સિસ્ટમ પણ ડીપી એક્ટ હેઠળ જપ્ત કરવામાં આવી હતી આ ઘટના કોડ ક્લબમાં બની હતી. આ ક્લબમાં એક્સાઇઝ વિભાગની ટીમને 2019માં બંધક રાખવામાં આવી હતી. ત્યારે ડેપ્યુટી કમિશનર ઓફ એક્સાઇઝની ફરિયાદના આધારે ટીમને બાનમાં લેવાનો ગુનો પણ નોંધવામાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, 24 વર્ષીય પીડિતા સાઉથ એક્સ પાર્ટ-2માં પરિવાર સાથે રહે છે. આ ઘટના 17 સપ્ટેમ્બરની મોડી રાત્રે 1 વાગ્યે બની હતી. યુવતી તેના મિત્ર સાથે ક્લબમાં ગઈ હતી. ક્લબમાં પ્રવેશને લઈને મેનેજર અને બાઉન્સરે તેની સાથે ઝઘડો શરૂ કર્યો હતો. આરોપ છે કે બે બાઉન્સરે તેને અને તેના મિત્રને પકડી લીધા અને માર મારવા લાગ્યા. બંનેને માર મારવા ઉપરાંત યુવતીને અયોગ્ય રીતે સ્પર્શ કરવામાં આવ્યો હતો.
Delhi | Case registered on the basis of a complaint from a woman that she was misbehaved with, her clothes torn off and she was also touched inappropriately by two bouncers of a private club located at South Extn. following an argument with them over entry into the club: Police
— ANI (@ANI) September 25, 2022
બંને સાથે દુર્વ્યવહાર પણ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન આરોપીએ યુવતીના કપડા પણ ફાડી નાખ્યા હતા. પીડિતાએ મોડી રાત્રે 2.14 કલાકે પીસીઆર કોલ કર્યો હતો. પીડિતાની મેડિકલ તપાસ કરવામાં આવી હતી. બાદમાં કેસ નોંધવામાં આવ્યો હતો. ઘટના બાદ આરોપી ગેટ મેનેજર મણિ, સિક્યુરિટી હેડ વિજય અને બાઉન્સર રોહિત ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. પોલીસે આરોપીઓની શોધખોળ માટે દરોડા હાથ ધરી છે.
બીજી તરફ શુક્રવારે પણ આ જ ક્લબમાં મોટા અવાજે સંગીત અને અવાજની ફરિયાદ ઉઠી હતી. પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યારે ભારે હોબાળો મચી ગયો હતો. પોલીસે સ્થળ પરથી લોકોને શાંતિ ભંગ કરવાના આરોપમાં પકડ્યા હતા. તેમની સામે પણ કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે ડીપી એક્ટનો ગુનો નોંધી ક્લબની મ્યુઝિક સિસ્ટમ અને અન્ય વસ્તુઓ જપ્ત કરી લીધી છે. કોટલા મુબારકપુર પોલીસ સ્ટેશન આરોપીને શોધી રહી છે.