Delhi CM Attack: દિલ્હીના CM રેખા ગુપ્તા પર હુમલાનો પ્રયાસ, આરોપીની કરાઈ અટકાયત
Delhi CM Attack: દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે

Delhi CM Attack: દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સિવિલ લાઇન્સ સ્થિત સરકારી નિવાસસ્થાને જન સુનાવણી દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો, તેમને અનેક વખત થપ્પડ મારવામાં આવી હતી અને તેમના વાળ પણ પકડવામાં આવ્યા હતા. આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
One person apprehended and taken to Civil Lines Police Station in connection with attack on Delhi CM Rekha Gupta during Jan Sunvai at CM Residence: Delhi Police https://t.co/V3SAreaKgo
— ANI (@ANI) August 20, 2025
A mishap happened during Jan Sunvai at CM Residence, Civil Lines. Delhi BJP President Virendraa Sachdeva strongly condemns the attack on CM Rekha Gupta during the weekly Jan Sunvai. Police inquiry to reveal details: Delhi BJP
— ANI (@ANI) August 20, 2025
#WATCH | Attack on Delhi CM Rekha Gupta during Jan Sunvai | Anjali, who was present at the spot, says, "This is wrong. Everyone has the right to Jan Sunvai. If an imposter can slap her, this is a big deal...I was there...The person was speaking and he suddenly slapped. Police… pic.twitter.com/fsQCY8Jl0P
— ANI (@ANI) August 20, 2025
સૂત્રોના જણાવ્યા અનુસાર, હુમલો કરનાર 35 વર્ષનો વ્યક્તિ છે. જાહેર સુનાવણી દરમિયાન તે વ્યક્તિ હાથમાં કેટલાક દસ્તાવેજો લઈને આવ્યો હતો. આ દરમિયાન તેણે મુખ્યમંત્રી પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. ભાજપના સૂત્રોનું કહેવું છે કે આ હુમલો આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો હોઈ શકે છે. આમ આદમી પાર્ટી તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી
પોલીસ હુમલાખોરની પૂછપરછ કરી રહી છે
હાલમાં પોલીસે આરોપી હુમલાખોરને કસ્ટડીમાં લીધો છે. પોલીસ આરોપીને સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશન લઈ ગઇ છે. પોલીસ હુમલાખોરની પૂછપરછ કરી રહી છે. પોલીસ પૂછપરછમાં વિગતવાર માહિતી બહાર આવશે.
વીરેન્દ્ર સચદેવાએ હુમલાની નિંદા કરી છે
દિલ્હી ભાજપ પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર થયેલા હુમલાની નિંદા કરી છે. તેમણે કહ્યું, "સાપ્તાહિક જન સુનાવણી દરમિયાન મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર થયેલા હુમલાની હું સખત નિંદા કરું છું." વીરેન્દ્ર સચદેવાએ કહ્યું, "મને આશ્ચર્ય થાય છે કે કોઈ મહિલા સાથે આવું કેવી રીતે કરી શકે છે, ખાસ કરીને જ્યારે તે મુખ્યમંત્રી હોય અને 18 કલાક કામ કરતી હોય."
રાજકારણમાં હિંસા માટે કોઈ સ્થાન નથી - વીરેન્દ્ર સચદેવ
તેમણે વધુમાં કહ્યું હતું કે, "તે વ્યક્તિ પકડાઈ ગઈ છે, જે કંઈ થયું તે દુર્ભાગ્યપૂર્ણ છે. ડૉક્ટરની ટીમ મુખ્યમંત્રી સુધી પહોંચી રહી છે. હું પણ મુખ્યમંત્રી પાસે જઈ રહ્યો છું. રાજકારણમાં હિંસા માટે કોઈ સ્થાન નથી." આ દરમિયાન દિલ્હી સરકારના તમામ મંત્રીઓ મુખ્યમંત્રી રેખા ગુપ્તાના નિવાસસ્થાને પહોંચી રહ્યા છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે કે તે વ્યક્તિએ મુખ્યમંત્રી પર હુમલો કરવાનો પ્રયાસ કેમ કર્યો?





















