Delhi Corona Update: રાજધાની દિલ્હીમાં કોરોનાના 1076 નવા કેસ, એક્ટિવ કેસની સંખ્યા 5744 પર પહોંચી
છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાના 1076 નવા કેસ નોંધાયા છે. જો કે આ દરમિયાન 1329 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
Delhi Corona Cases Today: છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાના 1076 નવા કેસ નોંધાયા છે. જો કે આ દરમિયાન 1329 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ ઉપરાંત, છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ને કારણે કોઈનું મોત થયું નથી. તે જ સમયે, હવે રાજધાનીમાં એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા 5744 થઈ ગઈ છે.
દિલ્હીમાં કોરોના સંક્રમણનો દર વધીને 6.42 ટકા થઈ ગયો છે. જો ગઈકાલની વાત કરીએ તો ગઈકાલ સુધી ચેપ દર 4.89 ટકા હતો. તે જ સમયે, દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16,753 પરીક્ષણો કરવામાં આવ્યા હતા જેમાં 1076 નવા કોવિડ -19 કેસ નોંધાયા છે. હાલમાં રાજધાનીમાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા 5744 છે. આ સાથે અહીં કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યા વધીને 1103 થઈ ગઈ છે.
બીજી તરફ, દિલ્હીમાં કોરોના વાયરસના ચેપના વધતા જતા કેસો વચ્ચે, દિલ્હી સરકારે તેના બે કેન્દ્રોમાં કોવિડ દર્દીઓ માટે બેડની સંખ્યામાં વધારો કર્યો છે, જેમાંથી LNJP હોસ્પિટલમાં 80 ટકા વધારો કરવામાં આવ્યો છે. લોક નાયક જયપ્રકાશ નારાયણ (LNJP) હોસ્પિટલ એ COVID-19 રોગચાળા સામે સરકારની લડાઈનું મુખ્ય કેન્દ્ર છે. 2020 ની શરૂઆતમાં અહીં રોગચાળો ફાટી નીકળ્યા પછી કોવિડ-19 સારવાર કેન્દ્ર જાહેર કરવામાં આવેલી તે પ્રથમ હોસ્પિટલ હતી.
ભારતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. દેશમાં સતત પાંચમાં દિવસે ત્રણ હજારથી વધારે કેસ નોંધાયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 3157 નવા કેસ અને 26 સંક્રમિતોના મોત થયા છે.
છેલ્લા ચાર દિવસમાં કેટલા નોંધાયા કેસ
રવિવારે 3,324 નવા કેસ નોંધાયા અને 40 સંક્રમિતોના મોત થયા છે. શનિવારે 3688 નવા કેસ અને 50 સંક્રમિતોના મોત થયા હતા. શુક્રવારે 3377 નવા કોરોના કેસ અને 60 લોકોના મોત થયા હતા. ગુરુવારે 3303 નવા કેસ અને 39 સંક્રમિતોના મોત થયા હતા.
એક્ટિવ કેસની સંખ્યા 19,500 પર પહોંચી
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 19,500 પર પહોંચી છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,23,869 પર પહોંચ્યો છે. દેશમાં 4,25,38,976 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 189,23,98,347 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 4,02,170 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું.