શોધખોળ કરો
Advertisement
દિલ્હીઃ કોરોના ફેલાવવાનો આરોપ લગાવીને પાડોશીએ બે મહિલા ડૉક્ટરોને ફટકારી, કેસ દાખલ
કોરોના વાયરસ ફેલાવવાના આરોપને લઇને ગૌતમબુદ્ધ નગર વિસ્તારમાં બે ડૉક્ટરોને માર માર્યાની ઘટના બની છે. પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કી લીધી છે
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં એક બે મહિલા ડૉક્ટરો સાથે ખરાબ વર્તણૂંકની ઘટના સામે આવી છે, કોરોના વાયરસ ફેલાવવાના આરોપને લઇને ગૌતમબુદ્ધ નગર વિસ્તારમાં બે ડૉક્ટરોને માર માર્યાની ઘટના બની છે. પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કી લીધી છે.
ઘટના બુધવારે રાત્રે 9.30 વાગે બની હતી, ગૌતમ બુદ્ધ નગર વિસ્તારની એક સોસાયટીમાં રહેનારી બે મહિલા ડૉક્ટરોની ડ્યૂટી સફદરગંજ હૉસ્પીટલમાંના ઇમર્જન્સી વૉર્ડમાં હતી, તે બુધવારે રાત્રે પોતાના ઘરેથી ફળ ખરીદવા બહાર નીકળી હતી. ત્યારે પાડોશીએ તેમના પર કોરોના ફેલાવવાનો આરોપ લગાવ્યો અને બુમાબુમ કરવા માંડ્યા હતા.
પોડોશીએ કહ્યું કે, તમે બન્ને આખા વિસ્તારમાં કોરોના ફેલાવવા માટે ફરી રહ્યાં છો. જ્યારે બન્ને મહિલા ડૉક્ટરોએ પાડોશીનો વિરોધ કર્યો તો તેમની સાથે મારામારી કરી હતી. આમ બન્ને ડૉક્ટરોને ઢોર માર માર્યો હતો. બાદમાં પોલીસ ફરિયાદ થઇ અને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
અમદાવાદ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion