શોધખોળ કરો

યુવતીને બિઝનેસમેન સાથે બંધાયા શારીરિક સંબંધ, પછી શું બન્યું કે પ્રેમીના હત્યા કરી લાશના ટુકડા કરી સૂટકેસમાં ભર્યા?

ઘટના નોર્થ વેસ્ટ દિલ્હીના આદર્શ નગર વિસ્તારની છે. અહીં પ્રેમ સંબંધના કારણે નિર્મમ હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. મૉડલ ટાઉનમાં રહેનારા બિઝનેસમેન નિરજ ગુપ્તાને તેની પ્રેમિકાએ ઘરે બોલાવીને મોતને ઘાટ ઉતારી દીધો હતો

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાંથી એક ચોંકાવનારી ખબર સામે આવી છે. દિલ્હીના આદર્શ નગરમાં એક પ્રેમિકાએ પોતાની માતા અને મંગેતરની સાથે મળીને પ્રેમીની હત્યા કરી નાંખી, એટલુ જ નહીં મૃતદેહના ટુકડા ટુકડા કરીને સૂટકેસમાં ભરી દીધા અને રાજધાની ટ્રેનથી દિલ્હી અને ગોવાની વચ્ચે રસ્તામાં ફેંકી દીધા. આ મામલે પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ઘટના નોર્થ વેસ્ટ દિલ્હીના આદર્શ નગર વિસ્તારની છે. અહીં પ્રેમ સંબંધના કારણે નિર્મમ હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. મૉડલ ટાઉનમાં રહેનારા બિઝનેસમેન નિરજ ગુપ્તાને તેની પ્રેમિકાએ ઘરે બોલાવીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોલીસે હત્યાની આરોપી 29 વર્ષીય પ્રેમિકા ફેસલ, તેની માતા શાહીન નાઝ અને મંગેતર જુબેરને પકડી લીધા છે. ડીસીપી નોર્થ વેસ્ટ વૈજયન્તા આર્યાએ જણાવ્યુ કે ફેસલ નિરજ ગુપ્તાની કર્મચારી હતી અને નિરજ તેને બૉસ હતો, છેલ્લા 10 વર્ષથી બન્ને વચ્ચે શારીરિક સંબંધો હતા. નિરજ પરણેલો હતો અને તેના બાળકો પણ હતા. આ બધાની વચ્ચે ફેસલના ઘરવાળાએ તેની સગાઇ જુબેર નામના શખ્સ સાથે કરી દીધી. જ્યારે આની ખબર નિરજને પડી તો ફેસલને લગ્ન ના કરવા સમજાવી. પોલીસે જણાવ્યુ કે દિવાળીના એક દિવસ પહેલા નિરજ ફેસલના ઘરે ગયો, ત્યાં ફેસલ તેની માતા શાહીન નાઝ અને જુબેર સાથે લડાઇ થઇ ગઇ, ગુસ્સામાં નિરજે પ્રેમિકા ફેસલને ધક્કો માર્યો. આ વાત પર જુબેર ગિન્નાયો અને તેના માથામાં ઇંટ મારી દીધી, બાદમાં નિરજના પેટમાં ચાકૂ ઘૂસેડી દીધુ અને ગળુ કાપી નાંખ્યુ. નિરજ મૃત્યુ પામ્યો, બાદમાં નિરજના મૃતદેહને ઠેકાણે કરવા યોજના બનાવી. આરોપીઓએ નિરજના મૃતદેહના ટુકડા ટુકડા કરીને તેને સૂટકેસમાં ભરી દીધા અને ઓલા કેબથી નિઝામુદ્દીન રેલવે સ્ટેશન લઇ ગયા. જુબેર ટ્રેનમાં પેન્ટ્રીનુ કામ કરતો હતો તેથી તેના આસાનીથી દિલ્હી ગોવાની વચ્ચે ભરુચમાં ફેંકી દીધા. આદર્શ નગર પોલીસને નિરજ ગાયબ હોવાની જાણ તેના મિત્ર દ્વારા થઇ. 14ર નવેમ્બરે મળેલી માહિતી પર પોલીસે તપાસ શરૂ કરી પરંતુ નિરજનો ક્યાંય પત્તો ના લાગ્યો. નિરજની પત્ની અંચલ ગુપ્તાએ પોલીસમાં 18 નવેમ્બરે ફરિયાદ કરી હતી. અંચલે ફેસલ પર શક દર્શાવ્યો કેમકે નિરજની ગાડી ફેસલના ઘરે મળી હતી. આ અંગે તપાસ કરતા નિરજની હત્યાનુ રાજ ખુલી ગયુ હતુ. હાલ ત્રણેયને પોલીસે ધરપકડ કરી લીધી છે, અને મૃતદેહની શોધખોળ ચાલી રહી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોતPatan University Scuffle : NSUIના 5 કાર્યકરની અટકાયત,  Congress MLA કરીટ પટેલના ઘરે પહોંચી પોલીસMLA Chaitar Vasava Detain : ચૈતરે પોલીસને કેમ કહી દીધું, ‘કપડા લઈને આવ્યો છું, જેલમાં પૂરી દો’Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Embed widget